Western Times News

Gujarati News

સલમાન ખાને ભાણી સાથે વાંદરાઓને કેળા ખવડાવ્યા

મુંબઈ, આ દિવસોમાં સલમાન ખાન ફિલ્મો અને ટીવીના પ્રખ્યાત શો ‘બિગ બોસ ૧૫ના શૂટિંગમાં સતત વ્યસ્ત છે. વ્યસ્ત શેડ્યૂલ વચ્ચે સલમાન હંમેશા પોતાના પરિવાર માટે સમય કાઢે છે. દબંગ ખાનનો તાજેતરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જાેરદાર વાયરલ થઈ રહ્યો છે,

જેમાં સલમાન તેની બહેન અર્પિતા ખાન શર્મા અને આયુષ શર્માની પુત્રી આયત શર્માને તેના હાથમાં તેડેલી જાેવા મળે છે. સલમાને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ક્યૂટનેસથી ભરેલો એક વીડિયો શેર કર્યો છે.

આ વીડિયોમાં અભિનેતા વાંદરાઓને કેળા ખવડાવતો જાેવા મળે છે. વીડિયોની શરૂઆતમાં બે વાંદરાઓ ફુવારા પર બેઠેલા જાેવા મળે છે. સલમાન ખાન તેને કંઈક ખવડાવતો જાેવા મળે છે. જ્યારે સલમાન આગલી ફ્રેમમાં પાછો ફરે છે, ત્યારે તે એકલો નથી પણ તેની નાની ભત્રીજી આયત શર્મા પણ તેના ખોળામાં છે.

સલમાન આયતને હાથમાં પકડીને વાંદરાઓને કેળા ખવડાવી રહ્યો છે. સલમાનની સાથે બાળકી પણ ઘણી ખુશ જાેવા મળી રહી છે. આયત વાંદરાઓને કેળા ખવડાવીને આનંદમાં તાળીઓ પાડતી જાેવા મળે છે. તમને જણાવી દઈએ કે, આયત શર્મા સલમાન ખાનની બહેન અર્પિતા ખાન અને અભિનેતા આયુષ શર્માની પુત્રી છે.

આ દંપતીને બે બાળકો છે, જેમાં આયત નાની છે. સલમાન ખાનની લોકપ્રિયતા એવી છે કે વીડિયો શેર કર્યા બાદ લાખો વ્યૂઝ અને લાઈક્સ આવી ચૂક્યા છે. સલમાન તેના ભાણા આહિલ અને આયતને ખુબ પ્રેમ કરે છે. જ્યારે પણ તેમને તક મળે છે ત્યારે તેઓ તેમની સાથે મસ્તી કરતા જાેવા મળે છે.

આ પહેલા, વર્ષ ૨૦૧૯માં પણ સલમાન ખાને એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં સલમાન ખાન વાંદરાને પહેલા બોટલમાંથી પાણી આપતો જાેવા મળે છે, પરંતુ વાંદરો પાણી નથી પીતો, તો તે ગ્લાસમાંથી પાણી આપે છે તો તે પી લે છે.

આ વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યું છે કે, હમારા બજરંગી ભાઈજાન પ્લાસ્ટિક કી બોટલ સે પાની નહી પીતા. સલમાનનો હેતુ પ્લાસ્ટિક બોટલનો ઉપયોગ બંધ કરવાનો સંદેશ આપવાનો હતો. SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.