Western Times News

Gujarati News

સલમાન ખાન પર હુમલાના ષડયંત્રમાં સંડોવાયેલા પાંચમા આરોપીની ધરપકડ

ak-૪૭થી હુમલો કરવાની યોજના હતી

૩૦ વર્ષના દીપક ગોગલિયા ઉર્ફે જોની વાલ્મિકીની રાજસ્થાનના ભિવાનીમાંથી ધરપકડ કરવામાં આવી છે

મુંબઈ,બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘર પર ગોળીબારના થોડા મહિનાઓ બાદ જ લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા સલમાન પર તેના પનવેલના ફાર્મહાઉસ પર હુમલો કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ કેસમાં નવી મુંબઈ પોલીસે ચાર લોકોની ધરપકડ કરી હતી. હવે આ જ કેસમાં નવી મુંબઈ પોલીસે પાંચમા આરોપી દીપક ગોગલિયાની રાજસ્થાનના ભિવાની જિલ્લામાંથી ધરપકડ કરી છે. નવી મુંબઈ પોલીસે બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના પનવેલ ફાર્મહાઉસ પર હુમલાના કાવતરામાં સામેલ પાંચમા આરોપીની ધરપકડ કરી છે.

૩૦ વર્ષના દીપક ગોગલિયા ઉર્ફે જોની વાલ્મિકીની રાજસ્થાનના ભિવાનીમાંથી ધરપકડ કરવામાં આવી છે. આ મામલામાં પોલીસ હવે આ તમામને સ્થાનિક સહયોગ કોણે આપ્યો અને તેમની સાથે કોણ કોણ સંડોવાયેલ છે તેની તપાસ કરી રહી છે. હકીકતમાં, બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘર પર ગોળીબારના થોડા મહિનાઓ પછી, લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા સલમાન પર તેના પનવેલના ફાર્મહાઉસ પર હુમલો કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. જેમાં નવી મુંબઈ પોલીસે ચાર લોકોની ધરપકડ કરી હતી.

ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ ધનંજય ઉર્ફે અજય કશ્યપ, ગૌરવ ભાટિયા ઉર્ફે નહવી, વાસ્પી ખાન ઉર્ફે વસીમ ચિકના અને રિઝવાન ખાન ઉર્ફે જાવેદ ખાન તરીકે કરવામાં આવી છે. તમામ આરોપીઓએ ફાર્મહાઉસ અને અનેક શૂટિંગ સ્થળોની રેકી કરી હતી. તેને સલમાન ખાન પર એકે-૪૭ સહિત અન્ય ઘણા હથિયારોથી ગોળીબાર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આટલું જ નહીં, પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે સલમાન ખાન પર હુમલો કરવાની યોજના હતી.

પાકિસ્તાનમાંથી શસ્ત્રો આયાત કરવાની તૈયારીઓ ચાલી રહી હતી અને આ માટે ડોગરા નામના સ્થાનિક આર્મ્સ ડીલરનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે આ વર્ષે ૧૪ એપ્રિલે લોરેન્સ ગેંગના બે શૂટરોએ સલમાનના ઘરે ગોળીબાર કર્યાે હતો. બાંદ્રામાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર વહેલી સવારે બે અજાણ્યા લોકોએ હવામાં ત્રણથી ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. બંને શૂટરો બાઇક પર આવ્યા હતા અને પછી હવામાં ફાયરિંગ કરીને ભાગી ગયા હતા.

બંનેએ હેલ્મેટ પહેરી હતી, જેના કારણે તેમની ઓળખ થઈ શકી ન હતી. તે ગોળીઓના નિશાન સલમાનના એપાર્ટમેન્ટની બહાર પણ મળી આવ્યા હતા. એક ગોળી તેની બાલ્કનીની જાળીમાંથી પણ નીકળી હતી. ત્યારબાદ લોરેન્સના ભાઈ અનમોલ બિશ્નોઈએ સોશિયલ મીડિયા પર આ ઘટનાની જવાબદારી લીધી. બાદમાં શૂટરોની પૂછપરછ દરમિયાન બંનેએ આ કામનો કોન્ટ્રાક્ટ લોરેન્સ ગેંગ પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત કરી હતી. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં બિશ્નોઈ ભાઈઓને આરોપી બનાવ્યા છે અને હવે તે લોરેન્સની પૂછપરછ કરવાની તૈયારી કરી રહી છે. લોરેન્સ બિશ્નોઈ હાલ ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.