સલમાન ખાન પાસે એક સમયે નહોતા જાેડી કપડાં ખરીદવાનાં પૈસા

સુનિલ શેટ્ટીએ કરી હતી મદદ
અભિનેતા સલમાન ખાનનાં આઇફા એવોર્ડ્સ ૨૦૨૨નાં ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે
મુંબઈ,
IIFA એવોર્ડ્સ ૨૦૨૨ પૂર્ણ થઈ ગયો છે.સેલેબ્સ અબુ ધાબીથી પરત ફરી રહ્યાં છે.પરંતુ આ ઘટનાના ઘણા વીડિયો છે, જે હવે ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.કહેવાય છે કે સારો અને ખરાબ સમય કહેવાથી નથી આવતો.તેથી માનવી માટે સુખ અને દુઃખ બંનેની કિંમત સમજવી જરૂરી છે.
બોલિવૂડના ‘દબંગ ખાન’ એટલે કે સલમાન ખાન આજે પણ લોકોની મદદ માટે હંમેશા તૈયાર છે. પરંતુ, એક સમય એવો હતો જ્યારે તેની પાસે શર્ટ અને જીન્સ બંને ખરીદવા માટે પૈસા ન હતા. આઈફા એવોર્ડ ૨૦૨૨ દરમિયાન તેણે પોતે ભીની આંખો સાથે તેને આ ખુલાસો કર્યો હતો. આઈફા એવોર્ડ ૨૦૨૨ દરમિયાન સલમાન ખાનના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
સલમાન રિતેશ દેશમુખ અને મનીષ પોલ સાથે હોસ્ટની ભૂમિકામાં જાેવા મળ્યો હતો. આ દરમિયાન, તેણે ભીની આંખો સાથે તે દિવસો યાદ કર્યા જ્યારે તેની પાસે શર્ટ અને જીન્સ બંને એકસાથે ખરીદવા માટે પૈસા ન હતા. પોતાના કરિયરના શરૂઆતના દિવસોને યાદ કરતા સલમાન ખાને કહ્યું, ‘એક સમય હતો જ્યારે મારી પાસે એટલા પૈસા નહોતા.
મારી પાસે માત્ર શર્ટ કે જીન્સ ખરીદવા પૂરતા પૈસા હતા. ત્યારબાદ ‘અન્ના’ એટલે કે અભિનેતા સુનીલ શેટ્ટીની એક દુકાન હતી, જેનું નામ મિસ્ચીફ હતું. હું ત્યાં ગયો મારી નજર સ્ટોન વોશ જીન્સ, શર્ટ, શૂઝ અને પર્સ પર પડી. હું જાણતો હતો કે મારી પાસે આટલા પૈસા ન હોવાથી હું તે બધા એક સાથે ખરીદી શકતો નથી.
મને જાેઈને સુનીલ શેટ્ટી આ વાત સમજી ગયા. જ્યારે મેં જીન્સ ખરીદ્યું, ત્યારે તેણે મને એક શર્ટ ભેટમાં આપ્યો. આ ઘટના અંગે વાત કરતાં સલમાન ખાન ઇમોશનલ થઇ ગયો હતો ત્યારે સુનીલ શેટ્ટીનાં દીકરા અહાને ઉઠીને તેને ગળે લગાવ્યો હતો. સલમાન ખાને વધુમાં કહ્યું કે, સુનીલે જાેયું કે મારી નજર એક વોલેટ પર પણ હતી પણ હું તેને ખરીદી નહોતો રહ્યો.
જે બાદ સુનીલ મને તેનાં ઘરે લઇ અને તેણે ત્યાં મને તે જ વોલેટ ગિફ્ટ કર્યું જે મને ખુબજ પસંદ આવ્યું હતું. સલમાન ખાને ભીની આંખે પ્રોડ્યૂસર બોની કપૂરને પણ ગળે લગાવ્યો. અને કહ્યું કે, બોની કપૂરને આખી જીંદગી મારી મદદ કરી છે.જ્યારે મારા કરિઅર ડામાડોળ હતું કે, મને ફિલ્મ ‘વોન્ટેડ’ આપી જે બાદ મારી વાપસી થઇ આ દરમિયાન મજાકિયા અંદાજમાં સમલાન કહ્યું કે, જે બાદ બોનીજીએ મને ‘નો એન્ટ્રી’ આપી જેને કરાણે અનિલ કપૂર વાપસી કરી શકે.