સલમાન ખાન મહેમાન બનીને આવેલ સનીને દિલ દઈ બેઠો
મુંબઈ: ટેલિવિઝનનો વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસ ૧૪ના ગત વીકએન્ડ કા વાર એપિસોડમાં એક્સ-કન્ટેસ્ટન્ટ અને એક્ટ્રેસ સની લિયોની મહેમાન બનીને પહોંચી હતી. જ્યાં તેણે સ્ટેજ પર શોના હોસ્ટ સલમાન ખાન સાથે સારો સમય પસલાર કર્યો હતો. જેનો વીડિયો ચેનલે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.
વીડિયોમાં સલમાન ખાન અને સની લિયોની વચ્ચે કેટલીક રમૂજી વાતચીત થઈ હોવાનું જાેઈ શકાય છે. સની સલમાનને પૂછે છે કે, તમારી બીમારી શું છે? જેના જવાબમાં સલમાન કહે છે કે, મને અત્યારે તારાથી પ્રેમ થઈ ગયો છે. જેને લવેરિયા કહે છે. જે બાદ સની પણ મજાક કરતાં હાથ પોતાની છાતી પર મૂકે છે અને સલમાન સલમાન કહે છે અને પછી કહે છે કે, ‘મને પણ પ્રેમ થઈ ગયો’. જે બાદ સલમાન હસતા-હસતા સની લિયોનીને ભેટી પડે છે.
આ એપિસોડમાં સુરભિ ચંદના, શરદ મલ્હોત્રા અને મોનાલિસા પણ મહેમાન બનીને પહોંચ્યા હતા. શોની વાત કરીએ તો, ગત એપિસોડમાં સલમાન અલિ ગોની, જાસ્મીન ભસીન અને રુબીના દિલૈક પર અલગ-અલગ કારણથી લાલઘૂમ થતો દેખાયો હતો. અલીએ વિકાસ સાથે ઝઘડો કરતાં સલમાન અચંબો પપામી ગયો હતો
જ્યારે રુબીનાની અર્શી ખાન પ્રત્યેની હરકતને પણ સલમાન ખાને વખોડી હતી. જાસ્મીન ખાને રાખી સાવંતના લૂક અને તેની સર્જરી પર કોમેન્ટ કરતાં સલમાને તેને ખખડાવી હતી. સલમાને કહ્યું કે, ‘આ કહેતી વખતે તું સૌથી ખરાબ લાગતી હતી અને તારી અલગ પર્સનાલિટી બહાર આવી હતી.
સલમાન ખાનના વર્કફ્રંટની વાત કરીએ તો, તેની અપકમિંગ ફિલ્મ ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ની ફેન્સ આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. જે આ વર્ષે ઈદ પર રિલીઝ થવાની હતી. જાે કે, કોરોના મહામારી નડી જતાં શૂટિંગ અટવાઈ પડ્યું હતું. હવે આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે તે અંગે વાત કરતાં હાલમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં એક્ટરે કહ્યું હતું કે, ‘રાધે જ્યારે રિલીઝ થવાની હશે ત્યારે થશે.
પરિસ્થિતિ હવે ગંભીર થઈ ગઈ છે. ફિલ્મ ત્યારે રિલીઝ થશે ત્યારે લોકો થિયેટરમાં પાછા જવાનું શરુ કરી દેશે અને જ્યારે મનોરંજન પાછળ પૈસા ખર્ચવા માટે તેમની પાસે પૈસા હશે. અમે ગયા વર્ષે ઈદ પર ફિલ્મ રિલીઝ કરવાનું વચન આપ્યું હતું અને આ ફિલ્મ ઈદે જ આવશે તેવું વચન આપીએ છીએ. જાે બધું સરખું રહ્યું તો આ ઈદે જ ફિલ્મને થિયેટરમાં રિલીઝ કરીશું’.