સલમાન જૂહી ચાવલા સાથે લગ્ન કરવા માગતો હતો
બોલિવૂડની દુનિયામાં અનેક પ્રેમકહાની સફળ રહી તો ઘણી પ્રેમકહાની બોલિવૂડની ડાયરીઓમાં કેદ થઈ ગઈ
મુંબઈ: બોલિવુડની દુનિયામાં અનેક પ્રેમકહાની સફળ રહી તો ઘણી પ્રેમકહાની બોલિવુડની ડાયરીઓમાં કેદ થઈ ગઈ. ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઘણી પ્રેમ કહાનીઓ સમય પસાર થવાની સાથે આગળ ન વધી શકી. સલમાન ખાનની એશ્વર્યા રાય સાથેની પ્રેમકહાની અધૂરી રહી એ કોઈનાથી છૂપાયેલું નથી પરંતું બહુ ઓછા લોકો જાણતા હશે કે એકસમયે જૂહી ચાવલા માટે સલમાન ખાનનું દિલ ધબકતું હતું. ૯૦ના દાયકામાં અનેક સુપરહિટ ફિલ્મો આપનાર જૂહી ચાવલાની ઓળખ ચુલબુલી અભિનેત્રી તરીકેની હતી. જૂહી ચાવલાએ અનિલ કપૂર, ગોવિંદા, ઋષિ કપૂર, અનિલ કપૂર અને આમિર ખાન તથા શાહરૂખ ખાન સાથે કામ કર્યુ છે.
જૂહી ચાવલાએ બોલિવુડના દબંગ સલમાન ખાન સાથે હજી સુધી સિલ્વર સ્ક્રીન પર જાેડી બનાવી નથી. જૂહી ચાવલા અને આમિર ખાનની જાેડી સિલ્વર સ્ક્રીન પર લોકોએ ખૂબ પસંદ કરી. ઘણા ફેન્સની ઈચ્છા રહી કે સિલ્વર સ્કીન પર સલમાન અને જૂહીની જાેડી જાેવા મળે. ‘કોફી વિથ કરણ’માં સાથે કામ ન કરવાની વાતનો ખુલાસો કર્યો. ‘મને સાથે કામ કરવામાં કોઈ વાંધો નહોતો, પરંતું સલમાન ખાનના મગજમાં હજી તે વાત છે, જે કદાચ ભૂલી શક્યા નહીં
‘ જૂહીએ વધુમાં એમ પણ કીધુ હતું કે, ‘આ વાત સલમાને કદાચ જાહેર કરેલી છે, મને એવું કઈ થયું હોય તે યાદ નથી. તમને જાણીને નવાઈ લાગશે કે સલમાન ખાન એકસમયે જૂહી ચાવલા સાથે લગ્ન કરવા માગતા હતા. જૂહી ચાવલા માટે પણ સલમાન ખાનનું દિલ ધડક્યુ હતું. તે સમયે કહેવાતું હતું કે સલમાન ખાન જૂહી ચાવલા સાથે લગ્ન કરવા માગતો હતો
જેથી જૂહી ચાવલાના પિતા સાથે તેનો હાથ માગવા પણ ગયો હતો. જૂહી ચાવલાના પિતાએ સલમાનનો લગ્ન માટેનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો. સલમાન ખાને કોઈ ઈન્ટરવ્યૂમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. સલમાને વધુમાં કહ્યુ હતું કે કદાચ તેના પિતાના મતે તે જૂહી ચાવલા માટે યોગ્ય નથી.