સલમાન મને ઠપકો આપતા હતા તે વાતથી ગર્વ થાય છે
મુંબઈ, ઉમર રિયાઝ, જે હાલમાં બિગ બોસ ૧૫ના ઘરમાંથી એલિમિનેટ થયો હતો તેણે તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ફેન્સ સાથે લાઈવ સેશન કર્યું હતું. ચેટ દરમિયાન, ઉમર રિયાઝે જણાવ્યું હતું કે અચાનક શોમાંથી બહાર થવાથી તે ભાંગી પડ્યો હતો અને તણાવમાં આવી ગયો પરંતુ તેના ભાઈ અસિમ રિયાઝે તેને શાંત પાંડ્યો હતો તેમજ સંભાળ લીધી હતી.
તેણે તેમ પણ કહ્યું કે, સલમાન ખાને આપેલા ઠપકાથી પ્રભાવિત થયો હતો ઉપરથી બોલિવુડ સુપરસ્ટારે તેને ઠપકો આપ્યો હોવાનું કહેતા ગર્વ થતું હોવાનું જણાવ્યું હતું. ઉમર રિયાઝે કહ્યું હતું કે સુપરસ્ટાર સલમાન ખાને ઠપકો આપ્યો હોવાની વાતથી મને ગર્વ થતો હતો. મારા પિતા પણ હેતા હતા કે તે ન ભૂલતો કે સલમાન ખાને તને ઠપકો આપ્યો હતો.
શરૂઆતમાં તેમને જાેઈને મને ડર લાગતો હતો. તેમનું વ્યક્તિત્વ એવું છે આ જ કારણથી તેમની સામે શરમાતો હતો. પરંતુ મેં તેમના જેવા હોસ્ટ ટેલિવિઝન પર જાેયા નથી. મને તેમના માટે ખરેખર માન છે. ઉમરે આગળ ઉમેર્યું હતું કે ‘હું મારા એલિમિનેશનના ર્નિણયને સ્વીકારું છું અને તેને જીવનનો ભાગ ગણુ છું. જે પણ અનુભવ થયા તેને પાઠ તરીકે લઉ છું.
જીવન ઉતાર-ચડાવ વિશે છે. મારું માનવું છે કે જ્યારે કંઈક ખરાબ થાય છે ત્યારે હું ભગવાનને લડવા માટે શક્તિ આપવાનું કહું છું. શોનો ભાગ બનવાની તક આપવા બદલ મેકર્સ સહિત સૌનો આભાર માનુ છું. આ એશિયાનો સૌથી મોટો શો છે અને હું નસીબદાર છું કે મને તે તક મળી. ઘણા લોકો મને મેસેજ કરી રહ્યા છે અને હું ઠીક છું કે નહીં તેમ પૂછી રહ્યા છે.
જ્યારે બહાર આવ્યો ત્યારે તણાવમાં આવી ગયો હતો. કારણ કે, ફિનાલેની આટલી નજીક પહોંચ્યા બાદ બહાર થવાથી ખરાબ લાગે છે. પરંતુ શો જીત્યો ન હોવા છતાં લોકો તરફથી આટલો પ્રેમ મળી રહ્યો છે તે જાેઈને ખુશી થઈ. હવે મને કોઈ સ્ટ્રેસ નથી’, તેમ તેણે ઉમેર્યું હતું. બિગ બોસ ૧૫ના ઘરમાં ફરીથી એન્ટ્રી મારવા વિશે તેણે કહ્યું હતું કે ‘શો પૂરો થવા આવ્યો છે અને બે અઠવાડિયા બાકી છે.
શોમાં ફરીથી એન્ટ્રી અંગે મને ખબર નથી કારણ કે મારો સંપર્ક કરવામાં આવ્યો નથી. હું મારી જર્નીથી ખુશ છું અને મને કોઈ ફરિયાદ નથી. મને અસિમની જર્ની અને તેને કેટલો પ્રેમ મળ્યો હતો તે યાદ છે. હું હંમેશા મારી જાતને કહેતો હતો કે તેના ૧૦ ટકા મળે તો ઘણુ છે.SSS