Western Times News

Gujarati News

સલમાન સાથે કામ કરવા તક ન મળતા આલિયા નિરાશ છે

મુંબઇ, સલમાન ખાન સાથે તેની ફિલ્મ ઇન્સાહઅલ્લાહ બંધ કરી દેવામાં આવતા આલિયા ભટ્ટને મોટો ફટકો પડ્યો છે. કારણ કે આલિયા ભટ્ટે સલમાન ખાન સાથે ઇન્સાહઅલ્લાહમાં કામ કરવા માટે આમીર ખાનની એક ફિલ્મની ઓફરને ફગાવી દીધી હતી. આમીર ખાનની આ ફિલ્મ ઇન્સાહઅલ્લાહ સાથે આગળ વધનાર હતી. આલિયા ભટ્ટે તમામ તારીખ ઇન્સાહઅલ્લાહ માટે આપી દીધી હતી. જા કે હવે આ ફિલ્મ ડબ્બામાં જતા આલિયાને બે મોરચા પર ફટકો પડ્યો છે. કારણ કે આમીર ખાન જેવા મોટા સ્ટાર સાથે તેની ફિલ્મ હાથમાંથી નિકળી ગઇ છે.

બીજી બાજુ ૨૯ વર્ષ પહેલા રજૂ કરવામાં આવેલી ફિલ્મ ચાલબાજની રિમેક ફિલ્મ બનાવવા માટેની તૈયારી હાથ ધરવામાં આવી છે. આ ફિલ્મમાં શ્રીદેવી, રજનિકાંત અને સન્ની દેઓલની ભૂમિકા હતી. નિર્દેશક પંકજ પરાશરની સુપરહિટ ફિલ્મ ચાલબાજની રીમેક ડેવિડ ધવન બનાવી રહ્યા છે. જેમાં આલિયા ભટ્ટની પસંદગ શ્રીદેવીવાળા રોલ માટે કરવામાં આવી છે. ચાલબાજને આધુનિક રીતે યુવા પેઢીને ધ્યાનમાં લઇને તૈયાર કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી શ્રીદેવીના રોલ માટે અભિનેત્રીની શોધ ચાલી રહી હતી. હવે તપાસ પૂર્ણ થઇ છે. ડેવિડ ધવને આલિયાની પસંદગી કરી હોવાની વાત કરી છે. આલિયા સાથે વાતચીત પણ કરી લેવામાં આવી છે. ડેવિડ ધવને હવે તેની પસંદગી કરી લીધી છે. આલિયા ફિલ્મમાં ડબલ રોલ કરનાર છે. રજનિકાંતના રોલમાં વરૂણ ધવન રહેશે. અનુપમ ખેરના રોલમાં રોલમાં તે પોતે જ નજરે પડી શકે છે.અગાઉની ફિલ્મમાં શક્તિ કપુર અને અન્નુ કપુરની પણ ચાવીરૂપ ભૂમિકા હતી. કાસ્ટિંગને લઇને ચર્ચા ચાલી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.