સલમાન સાથે ૧૬ વર્ષ જુની મિત્રતા રહેલી છે: કેટરીના
મુંબઇ, સલમાન ખાન અને કેટરીના કેફ બોલિવુડની પસંદગીની જાડી પૈકીની એક તરીકે છે. તાજેતરમા જ બંને ભારત નામની ફિલ્મમાં સાથે નજરે પડ્યા હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ ગઇ હતી. સલમાન સાથે કેટરીના કેફની ઓનસ્ક્રીન હમેંશા શાનદાર રહે છે. સાથે સાથે ઓફ સ્ક્રીન પણ તેમની વચ્ચે ખુબ જારદાર રહે છે. હાલમાં જ કેટરીના કેફે વાતચીત દરમિયાન સલમાન ખાન સાથે પોતાના સંબંધો અને મિત્રતાના વિષય પર વાતચીત કરી હતી. કેટરીના કેફે હાલમાં વાતચીત દરમિયાન કહ્યુ હતુ કે સલમાન ખાન સાથે તેમની મિત્રતા ૧૬ વર્ષ જુની છે. આ ૧૬ વર્ષ જુની મિત્રતા વિશ્વાસ પર આધારિત છે. આ સાચા મિત્રની દોસ્તી છે.
સલમાન ખાનના સંબંધમાં વાત કરતા કેટરીના કેફે કહ્યુ છે કે સલમાન એક સોલિડ વ્યક્તિ છે. જે હમેંશા મિત્રોની સાથે રહે છે. તે હમેંશા સીધી રીતે સંપર્કમાં હોતા નથી પરંતુ પોતાના મિત્રો માટે હમેંશા સલમાન ખાન ઉભો રહે છે. કેટરીના કેફે આજે માહિતી આપતા હતુ કે આજના સમયમાં કન્ટેન્ટ જ સૌથી મહત્વપૂર્ણ બાબત છે. કેટરીના કેફે આયુષ્માન ખુરાનાની પણ ભારે પ્રશંસા કરી છે. કેટરીનાએ આર્ટિકલ ૧૫ની પ્રશસા કરતા કહ્યુ છે કે તે આ ફિલ્મ નિહાળી ચુકી છે.
આ એક કમાલની ફિલ્મ છે. આયુષ્માન શાનદાર ભૂમિકા કરી રહ્યો છે. તેનુ કહેવુ છે કે આયુષ્માન હાલના સમયમાં શાનદાર ભૂમિકા અદા કરીને તમામ લોકોને પ્રભાવિત કરી રહ્યો છે. કેટરીના કેફે કહ્યુ છે કે તે પોતાની બોલિવુડ ફિલ્મ કેરિયરને લઇને સંતુષ્ટ છે. તેની પાસે હાલમાં અનેક ફિલ્મ રહેલી છે. જા કે પોતાની પાસે રહેલી ફિલ્મો અંગે માહિતી આપવાનો કેટરીના કેફે ઇન્કાર કર્યો છે.