સલીમ ખાને પરિવાર સાથે જન્મદિવસની ઉજવણી કરી
મુંબઈ, ૨૪મી નવેમ્બરના રોજ સલીમ ખાનનો જન્મદિવસ હતો. આ ખાસ દિવસની ઉજવણી આખા પરિવારે ભેગા મળીને કરી હતી. સલીમ ખાનના પરિવારે તેમના આ દિવસને સ્પેશિયલ બનાવ્યો હતો. સલમાન ખાને પિતા સલીમ ખાનના બર્થડે સેલિબ્રેશનની એક સુંદર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરને સલમાનના ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.
તસવીરમાં જાેઈ શકાય છે કે ટેબલ પર બે બર્થડે કેક પડેલા છે. આ તસવીર શેર કરીને સલમાન ખાને લખ્યું કે- હેપ્પી બર્થડે ડેડ. આ તસવીરમાં ખાન પરિવારના અમુક સભ્યો હાજર નથી, જાે કે મોટાભાગના સભ્યો દેખાઈ રહ્યા છે. તસવીરમાં જાેઈ શકાય છે કે સોફા પર સલીમ ખાન, પત્ની સલમા અને દીકરો અરબાઝ બેઠા છે.
સોફાની પાછળ દીકરી અલવીરા, તેના પતિ અતુલ અગ્નિહોત્રી, દીકરો સોહેલ ખાન, પત્ની હેલન, દીકરી અર્પિતા અને સલમાન ખાન ઉભા છે. સલમાનના નાનકડી આયતને હાથમાં તેડીને ઉભો છે. સલમાન ખાનના ખોળામાં અર્પિતા અને આયુષની દીકરી આયત છે, જે મામાનો કાન ખેંચી રહી છે.
આ તસવીર પર ફેન્સ ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. લોકો સલીમ ખાનને જન્મદિવસની શુભકામના પાઠવી રહ્યા છે અને તેમના સ્વસ્થ જીવનની કામના કરી રહ્યા છે. સોહેલનો દીકરો અને પત્ની સીમા ખાન, તેમજ અર્પિતાનો પતિ આયુષ શર્મા સહિત પરિવારના અમુક સભ્યો તસવીરમાં દેખાઈ નથી રહ્યા.
સલમાન ખાનના પ્રોફેશનલ ફ્રંટની વાત કરીએ તો, આ શુક્રવારે તેની ફિલ્મ અંતિમ- ધ ફાઈનલ ટ્રૂથ રીલિઝ થવાની છે. ફિલ્મમાં આયુષ શર્મા પણ છે. ટીવી અભિનેત્રી મહિમા મકવાના આ ફિલ્મ સાથે બોલિવૂડમાં એન્ટ્રી કરી રહી છે.
સલમાન ખાન અને આયુષ ખાન અત્યારે ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. ઉલ્લેખનીય છે કે સલમાન ખાનની ખાસ મિત્ર કેટરિના કૈફ ટુંક સમયમાં વિકી કૌશલ સાથે પરણવાની છે. રિપોર્ટ અનુસાર સલમાન ખાન તેના લગ્નમાં હાજર થવાનો હતો, પરંતુ હવે કહેવામાં આવી રહ્યું છે કે પોતાના વ્યસ્ત શિડ્યુલને કારણે તે લગ્નમાં હાજર નહીં રહી શકે.SSS