Western Times News

Gujarati News

સવાઈ ભટ્ટ ઈન્ડિયન આઈડલ નહીં છોડે, હિમેશે મનાવ્યો

મુંબઈ: ઈન્ડિયન આઈડલ ૧૨ની કન્ટેસ્ટન્ટ સવાઈ ભટ્ટ, કે જે મૂળ રાજસ્થાનનો છે, તેણે હાલમાં જ શો છોડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ જજે હાલ પૂરતો તેને શોમાં રહેવા તેમજ મ્યૂઝિક પર ફોકસ કરવા માટે મનાવી લીધો છે. થોડા સમય પહેલા શોના મેકર્સે શેર કરેલા વીડિયોમાં, સવાઈ ભટ્ટ જજને કહેતો જાેવા મળ્યો હતો કે, તે શો છોડવા માગે છે અને તેની માકા સાથે રહેવા માગે છે,

જે છેલ્લા ૩-૪ મહિનાથી બીમાર છે. વાતચીત કરતાં મ્યૂઝિક કમ્પોઝર અને ઈન્ડિયન આઈડલના જજ હિમેશ રેશમિયાએ કહ્યું કે, તેણે સવાઈ ભટ્ટને શોમાં રહેવા માટે મનાવ્યો હતો. ‘મેં સવાઈ ભટ્ટને શોમાં રહેવા માટે મનાવ્યો હતો. ચેનલે તેને ખાતરી આપી છે કે, તેના માતા-પિતા મુંબઈ આવી શકે છે અને તેની સાથે રહી શકે છે. આ જ રીતે, તે તેમની સાથે રહી શકે છે અને શોમાં તેની સિંગિંગ જર્ની યથાવત્‌ રાખી શકે છે

રેશમિયાએ ઉમેર્યું કે, ‘શોમાં સવાઈ ભટ્ટ સારું કરી રહ્યો છે. તેનામાં આગામી ઈન્ડિયન આઈડલ બનવાની ક્ષમતા છે. ટેલેન્ટ અને સોન્ગના કારણે તે કરિયરમાં ઘણું મેળવી શકે છે. સવાઈ રાજસ્થાનના નાનકડા શહેરમાંથી આવે છે. સવાઈ નાના ગામડાઓ તેમજ શહેરોમાંથી આવતા અને સિંગિંગ રિયાલિશોમાં ભાગ લેવા માગતા ટેલેન્ટ માટે પ્રેરણાસ્ત્રોત છે. હિમેશ રેશમિયા ટૂંક સમયમાં સવાઈ સાથે સોન્ગ રેકોર્ડ કરવાનું પ્લાનિંગ કરી રહ્યો છે.

તેણે કહ્યું કે, ‘હું તેની સાથે ખૂબ જલ્દી સોન્ગનું શૂટિંગ કરવાનો છું. મેં પવનદીપ, નિહાલ અને મહોમ્મદ દાનિશ સાથએ પહેલાથી જ રેકોર્ડિંગ કરી લીધું છે. મેં તેમને લોન્ચ કરવાનું અને પ્લેટફોર્મ આપવાનું પ્લાનિંગ કર્યું છે. ભૂતકાળમાં પણ મેં આમ કર્યું હતું અને ભવિષ્યમાં પણ તે યથાવત્‌ રાખીશ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.