સવારે રથયાત્રા યોજવાની તૈયારીઓ થતા મંદિરમાં ઉત્તેજનાનો માહોલ
મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ તથા મંદિર સમિતિના સભ્યોએ રથયાત્રા યોજવાની વાત જણાવતા જ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા તથા રાજયના પોલીસવડાએ બેઠક યોજી
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરના ઈતિહાસમાં સૌ પ્રથમવાર ૧૪૩મી રથયાત્રા તેના નિયત રૂટ પર નહી યોજાય માત્ર મંદિરના સંકુલમાં જ ત્રણેય રથોની પ્રદક્ષિણા કરાવવામાં આવી છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પહિંદવિધિ કર્યા બાદ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ તથા મંદિર સમિતિના સભ્યો રથયાત્રાને જમાલપુર વિસ્તારમાં યોજવા માટે જણાવતા જ પોલીસ અધિકારીઓ સક્રિય બન્યા હતા અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા તથા રાજયના પોલીસવડા તાત્કાલિક મંદિર પહોંચી ગયા હતા. બંધ બારણે મહંત દિલીપદાસજી મહારાજ તથા ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિતના આગેવાનો વચ્ચે લંબાણપૂર્વકની બેઠક યોજાઈ હતી જેના પગલે મંદિર સંકુલમાં ઉત્તેજનાનો માહોલ જાવા મળ્યો હતો. બીજીબાજુ સમગ્ર જમાલપુર વિસ્તારમાં પોલીસ એલર્ટ થઈ ગઈ હતી
આ દરમિયાનમાં મહંત તથા મંદિર સમિતિના સભ્યોને મનાવી લેવામાં આવતા ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજીના રથને મંદિરની પ્રદક્ષિણા કરાવી શ્રધ્ધાળુઓ માટે મંદિરમાં પ્રવેશ આપવાનો શરૂ કરાયો હતો. દેશભરમાં કોરોનાની મહામારીના કારણે પહેલા સુપ્રિમકોર્ટે પૂરી ની રથયાત્રા પર રોક લગાવી હતી પરંતુ ત્યારબાદ સરકારવતી રજુઆત કરાતા સુપ્રીમકોર્ટે શરતોને આધીન પૂરી ની રથયાત્રાને મંજુરી આપી હતી જેના પગલે અમદાવાદમાં પણ રથયાત્રા યોજાય તેવી આશા શ્રધ્ધાળુઓમાં જાવા મળતી હતી ગઈકાલે ગુજરાત હાઈકોર્ટે સૌ પ્રથમ સિમિત વિસ્તારોમાં રથયાત્રા યોજવાની અરજી ફગાવી દીધી હતી.
જાકે પૂરી માં રથયાત્રાને મંજુરી જે શરતે આપવામાં આવી છે તે શરતોને આધીન અમદાવાદમાં પણ રથયાત્રા યોજાય તેવી માંગણી ઉઠવા પામી હતી આ દરમિયાનમાં ગઈકાલે રાજયના મુખ્યમંત્રીએ અમદાવાદમાં રથયાત્રા યોજાય તે માટે સરકાર તમામ પ્રયાસો કરશે તેવી ખાતરી આપી હતી અને હાઈકોર્ટમાં પણ અરજી કરવામાં આવી હતી. આ દરમિયાનમાં મોડી રાત્રે ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ શહેરમાં રથયાત્રા યોજવા પર રોક લગાવી દેતા રથયાત્રા શહેરમાં નહીં યોજાય તેવુ જાણી શ્રધ્ધાળુઓ નિરાશ થઈ ગયા હતાં જાકે કોરોનાના કારણે ગુજરાત હાઈકોર્ટે આપેલા આદેશનો સ્વીકાર કરાશે તેવુ જણાવવામાં આવ્યું હતું.
ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ આજે સવારે મંદિર સંકુલમાં સોશિયલ ડીસ્ટન્સ રાખી વિવિધ કાર્યક્રમો યોજાયા હતાં આ દરમિયાનમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પહિંદવિધિ માટે આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ ભગવાનને બિરાજમાન કરવામાં આવ્યા હતાં આ વિધિ પૂર્ણ થયા બાદ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ તથા મંદિર સમિતિના અન્ય સભ્યોએ રથયાત્રા યોજવા માટે મક્કમ બન્યા હતા અને ત્રણય રથોને મંદિરની બહાર નીકાળવા માટે તૈયારીઓ શરૂ કરતા જ પોલીસ અધિકારીઓ સક્રિય બન્યા હતા.
આ દરમિયાનમાં રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સ્થળ પર પહોંચી ગયા હતા જાકે તેઓ મંદિર પરિસરમાં હાજર જ હતાં આ દરમિયાનમાં મંદિરના મહંતે જમાલપુર વિસ્તારમાં મંદિરના ફરતે રથયાત્રા યોજવા માટેની વાત જણાવી હતી ગુજરાત હાઈકોર્ટના આદેશ અનુસાર ત્રણેય રથોને મંદિરની બહાર નહી નીકાળવા માટે પોલીસ અધિકારીઓનો મોટો કાફલો મંદિરના ફરતે ગોઠવાયેલો હતો રથયાત્રા યોજવા માટેની તૈયારીઓ શરૂ થતાં જ પોલીસ અધિકારીઓએ મહંત દિલીપદાસજી સાથે વાતચીત શરૂ કરી હતી આ દરમિયાનમાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા તથા રાજયના પોલીસ વડા અને અન્ય અગ્રણીઓએ બંધ બારણે બેઠક શરૂ કરી હતી
કોરોનાની મહામારીના કારણે ગુજરાત હાઈકોર્ટે આપેલા આદેશનો અમલ કરાવવા માટે સરકારે તમામ પ્રયાસો શરૂ કર્યાં હતાં અને મંદિરના મહંત સહિતના સભ્યોને સમજાવવામાં આવ્યા હતાં જાકે આખરે મહંત તથા મંદિર સમિતિના અન્ય સભ્યો વર્તમાન કોરોનાની મહામારીના કારણે ૧૪ર વર્ષની પરંપરા ૧૪૩મા વર્ષે તોડવા માટે સહમત થયા હતા એટલું જ નહી પરંતુ ત્રણેય રથોને મંદિર પરિસરમાં જ મંદિર ફરતે પ્રદક્ષિણા કરાવી દર્શનાર્થીઓ માટે રાખવામાં આવ્યા હતા.
બીજી બાજુ ભગવાનના મોસાળ સરસપુરમાં પણ ભારે ઉત્તેજનાનો માહોલ જાવા મળતો હતો અને તમામ તૈયારીઓ કરવામાં આવી હતી
આ દરમિયાનમાં મહંતે રથયાત્રા યોજવા માટેની વાત જણાવતા શહેરભરનું પોલીસતંત્ર એલર્ટ થઈ ગયું હતું અને સમગ્ર જમાલપુર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો.
મંદિરને જાડતા તમામ રસ્તાઓ પર બેરીકેટ લગાડી દેવામાં આવી હતી તથા આરએએફની ટીમને પણ તૈનાત કરી દેવાઈ હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સમગ્ર જમાલપુર વિસ્તારમાં પોલીસ બંદોબસ્તનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાનમાં મંદિર સમિતિના સભ્યો માની જતા આખરે પોલીસતંત્રએ તથા સરકારે હાશકારો અનુભવ્યો હતો.