Western Times News

Gujarati News

સસ્તા ભાવે ડોલર લેવા જતા રૂ. 1.10 લાખ ગુમાવ્યા

(પ્રતિનિધિ) નડિયાદ, ચકલાસીમાં બે ઠગોએ ડોલર વટાવવાના બહાને ઊંચા કમિશનની લાલચ આપી બે વ્યક્તિઓ પાસેથી રૂપિયા ૧.૧૦ લાખ પડાવ્યા હોવાની ફરિયાદ ચકલાસી પોલીસ મથકે નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરના મણીનગર વિસ્તારમાં રહેતા ૩૫ વર્ષિય રીતેશ પટેલ પોતાના મુંબઈ ખાતે રહેતા સાળા શશીકાંત સોનીના ઘરે ગયા હતા. દરમિયાન તેમના સાળાએ જણાવેલ કે, જાન્યુઆરી માસમાં મને એક અજાણ્યા નંબર પરથી ફોન આવેલો જેમાં સામેવાળી વ્યક્તિએ જણાવ્યું કે, મારે ફર્નિચર અને પ્લાસ્ટરનુ કામ કરવાનું છે

પરંતુ મારી પાસે અમેરિકન ડોલર છે જે ડોલર મજૂરી પેટે લઈને કામ કરી આપવા કોઈ સંપર્ક હોય તો કહેજો તેવી વાત કરી હતી.આ વાત સાંભળીને રીતેશભાઈ ને આના વિશે તપાસ કરવાની જિજ્ઞાસા જાગી હતી

એટલે તેમણે એ નંબર પર ફોન કરતા સામેવાળી વ્યક્તિએ પોતાની ઓળખાણ મહેન્દ્ર પટેલ હોવાનું જણાવ્યું હતું અને વધુમાં તેમણે ઉમેર્યું હતું કે મારી પાસે અમેરિકન ડોલરના ૧૧ બંડલ છે જે ઇન્ડિયન રૂપિયામાં ટ્રાન્સફર કરી આપો અને અમારે ફક્ત આ ડોલરમાંથી ૫૦થી ૬૦ ટકા ભારતીય નાણું લેવાનું છે બાકીના નાણાં તમે કમિશન પેટે રાખજો તેવી વાત કરી હતી.

મહેન્દ્રભાઈ પટેલ નામના વ્યક્તિની ઓળખાણ આપીને વાત કરનાર વ્યક્તિએ એટલી સરળતાથી અને વિશ્વાસ બેસે તેવી રીતે વાત કરતા રીતેશભાઈ ને લાલચ જાગી હતી.. અને પોતે આ ડોલર વટાવવા તૈયાર છે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી અને એ ઈચ્છા ના અનુસંધાનમાં મીટીંગ ગોઠવાઈ હતી રીતેશભાઈ તેમના સાળા શશીકાંત સાથે ચકલાસી ગામે ગયા હતા

જ્યાં રિતેશને આ મહેન્દ્ર પટેલનું અસલ નામ નરેન્દ્ર રાજપુત હોવાનું માલુમ પડ્‌યું હતું. ડોલર લેવા માટે તેમની સાથે રૂપિયા ૧.૧૦ લાખ લઈને ગયા હતા સામેવાળાએ પૂછ્યું કે રૂપિયા લાવ્યા છો તો એમણે હા પાડી હતી અને ડોલર આપવા માટે તૈયારી બતાવી હતી જોકે આ ગઠિયાઓએ અગાઉથી નક્કી કર્યા મુજબનું ઝઘડા નું નાટક શરૂ કર્યું હતું..

અંદર અંદર ઝઘડો કરી ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું એટલું જ નહીં રિતેશભાઈ અને તેમના સાળા ને ચપ્પુ બતાવી શશીકાંતભાઈના રોકડ રૂપિયા ૧ લાખ ૧૦ હજાર ઝુંટવી લીધા હતા.

જોકે વાતાવરણ ગંભીર હોવાને પગલે જીવ બચાવવાના આશયથી રીતેશભાઈ અને શશીકાંત બંને જગ્યા છોડી તુરંત પોતાના ઘરે રવાના થઈ ગયા હતા. બાદમાં રીતેશભાઈએ ઝીરો નંબરથી ચકલાસી પોલીસ મથકે આ બંને નરેન્દ્ર અને વિજય રાજપુત સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.