Western Times News

Gujarati News

સસ્તી વેક્સિનના ભારતનો પ્રસ્તાવ: US-EUનો ઈનકાર

નવી દિલ્હી, બ્રાઝીલ, અમેરિકા, યૂરોપિયન સંઘ, બ્રિટન અને સ્વિત્ઝરલેન્ડે ભારત અને દક્ષિણ આફ્રિકાના વિશ્વ વ્યાપાર સંગઠનના પ્રસ્તાવનું સર્મથન નથી કર્યું. બંને દેશોએ કોવિડ-૧૯ થી સંબંધિત ડ્રગ અને અન્ય મુદ્દાઓનો સામનો કરવા માટે બૌદ્ધિક સંપદાના નિયમોમાં છૂટ આપવા માટે કહ્યું છે. તેની સાથે જ આ દેશોએ આ પ્રસ્તાવની પ્રાસંગિકતા અને ઉપયોગિતા પર સવાલ ઉઠાવ્યા છે. બીજી તરફ ચીન, પાકિસ્તાન, થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા અને તુર્કી સહિત અનેક વિકાસશીલ દેશોએ આ પ્રસ્તાવને સમર્થન આપ્યું છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ વર્ષના અંત સુધી ડબલ્યુટીઓ દ્વારા તેની પુષ્ટિ થઈ જશે. ચીન, પાકિસ્તાન, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા અને તુર્કીની સાથે ડબલ્યુએચઓએ પણ ભારત અને દક્ષિણ આફ્રિકાના પ્રસ્તાવનું સ્વાગત કર્યું છે.

ડબલ્યુએચઓનું કહેવું છે કે આ પ્રસ્તાવથી કોવિડ-૧૯ની વેક્સીન, ઉપચાર અને પરીક્ષણ પર આંતરરાષ્ટ્રીય અને બૌદ્ધિક સંપદા સમજૂતીને સરળ બનાવવા માટે તમામ ઉપકરણ સસ્તા ભાવે ઉપલબ્ધ થશે. દક્ષિણ આફ્રિકાએ ડબલ્યુટીઓ સભ્યોને કર્યો આગ્રહ – દક્ષિણ આફ્રિકાએ ટ્રિપ કાઉન્સિલથી આગ્રહ કર્યો કે તમામ ડબલ્યુટીઓ સભ્ય એ સુનિશ્ચિત કરવા માટે મળીને કામ કરે કે પેટન્ટ, ઔદ્યોગિક ડિઝાઇન, કોપીરાઇટ અને અઘોષિત સૂચનાઓનું સંરક્ષણ, કોવિડ-૧૯નો મુકાબલો કરવા માટે આવશ્યક સસ્તી ચિકિત્સા ઉત્પાદો સુધી સમય પર પહોંચવામાં અવરોધ ઊભો ન કરે. ભારત અને દક્ષિણ આફ્રિકાએ ૨ ઓક્ટોબરે ડબલ્યુટીઓને આ સંબંધમાં પત્ર લખ્યો છે. ડબલ્યુટીઓની વેબસાઇટ પર ઉપલબ્ધ આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ-૧૯નો સામનો કરવા માટે નવી તપાસ, દવાખો અને વેક્સીન બનાવવામાં આવી રહી છે.

બંને દેશોનું કહેવું છે કે વિકાસશીલ દેશ મહામારીથી ખૂબ પ્રભાવિત થયા છે અને ત્યાં સસ્તી દવાઓની ઉપલબ્ધતા સસ્તામાં પેટન્ટ સહિત વિભિન્ન બૌદ્ધિક સંપદા અધિકારીઓથી અડચણ આવશે. કોરોનાથી દુનિયાભરમાં અત્યાર સુધી ૩૫,૩૯૩,૭૭૮ લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે, જ્યારે આ ખતરનાક વાયરસના કારણે ૧,૦૪૧,૭૮૦ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. દુનિયામાં કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત દેશ અમેરિકા છે, જ્યાં અત્યાર સુધી ૭,૬૩૬,૯૧૨ કેસ છે, બીજી તરફ ૨૧૪,૬૧૧ લોકોએ પોતાનો જીવ ગુમાવી દીધો છે અને ૪,૮૪૯,૦૩૮ લોકો આ વાયરસને હરાવવામાં સફળ થયા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.