સહકર્મીઓએ ખોટી વાતો ફેલાવતાં ઘાટલોડીયાની શિક્ષીકાનો આત્મહત્યાનો પ્રયાસ
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના ઘાટલોડીયા વિસ્તારમાં રહેતી અને કડી-મહેસાણાની શાળામો શિક્ષિકા તરીકે ફરજ બજાવતી મહીલા વિશે અન્ય શિક્ષીકાઓએ ખોટી વાતો ફેલાવી ઝઘડો કરતાં શિક્ષીકાને લાગી આવતા તેમણે ઉંઘની ગોળીઓ ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે જયશ્રીબેન પટેલ (૪૧) ચાદલોડીયા ખાતે રહે છે અને કડી મહેસાણાની શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે. જયશ્રીબેન નિષ્ઠાપૂર્વક કામ કરતાં હોવાથી શાળાના આચાર્ય તેમનાથી ખુશ હતા જેથી ઈર્ષા રાખી અન્ય શિક્ષીકાઓ વાલીઓ તથા ગામ લોકોને તેમના વિશે ખોટી વાતો કરતાં હતા ઉપરાંત આચાર્ય સાથે પણ સંબંધની અફવાઓ ફેલાવતા હતા જેને પગલે ગામમાં રહેતા બે વ્યક્તિએ જયશ્રીબેન વિરુધ્ધ જીલ્લા શિક્ષણ અધિકારીને ફરીયાદ કરી હતી.
જેના પગલે તેમણે વાતો ફેલાવતા શિક્ષકો યોગેશભાઈ પટેલ, સુનીતાબેન પટેલ તથા પરેશાબેન મોડી સાથે વાત કરતાં તેમણે જયશ્રીબેન સાથે ઝઘડો કર્યો હતો અને જાનથી મારવાની ધમકીઓ આપી હતી. બીજી તરફ જયશ્રીબેન વિરુધ્ધની અરજી રદ કરવા માટે લેખિતમાં જાણ કરવામાં આવી હોવા છતાં કડીના પુષ્પાબેન ભીલ તેમને અવારનવાર બોલાવી બરતરફ કરવાની ધમકી આપતાં હતા.
જેને પગલે તેમને મનમાં લાગી આવતા તેમણે ડિપ્રેશનમાં આવી ઊંઘની ર૦ ગોળીઓ ખાઈ લીધી હતી બાદમાં પરીવારે તેમને હોસ્પીટલે ખસેડતાં ડોકટરોએ તેમનો જીવ બચાવ્યો હતો આ અંગે જાણ થતાં ઘાટલોડીયા પોલીસે ત્રણ શિક્ષકો તથા શિક્ષણ અધિકારી પુષ્પાબેન સહીત ૪ વિરુધ્ધ ફરીયાદ નોંધી તપાસ શરૂ કરી છે.