Western Times News

Gujarati News

સહકારી નેતા શ્રી દિલીપ સંઘાણી એ ICAO ના પ્રમુખપદ નું નામાંકન ભર્યું.

NCUI, IFFCO અને ગુજકોમાસોલ માં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યા પછી શ્રી દિલીપ સંઘાણીની આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વધુ એક ઉડાન.

અમરેલી ના માળીલા ના વતની આજે વૈશ્વિક ક્ષેત્રે આગળ વધી રહ્યા છે આંતરારાષ્ટ્રીય સંસ્થા ના પ્રમુખપદનું નામાંકન ભરતા પ્રથમ ભારતીય શ્રી દિલીપ સંઘાણી આંતરરાષ્ટ્રીય સહકારી કૃષિ સંગઠન (ICAO ઇન્ટરનેશનલ કો-ઓપરેટિવ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન) 109 જેટલા દેશોમાં 320 સહકારી સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરે છે. આ ઓર્ગેનાઇઝેશન સહકારી સંસ્થાઓ માટે વૈશ્વિક મંચ પ્રદાન કરે છે. સહકારી ક્ષેત્રની સ્થાનિક પ્રવૃતિની હિલચાલને વૈશ્વિક સ્તરે મજબૂત કરવા ICAO કાર્યરત છે.

ICAO વૈશ્વિકસ્તરે વિવિધ સંસ્થા ઓના કાર્યો અને વિચારોના આદાન પ્રદાન માટે નો એક મહત્વપૂર્ણ મંચ છે. દક્ષિણ કોરિયા છેલ્લા 20 વર્ષથી ICAOનું સુકાન સંભાળે છે. ICAO તેના સભ્ય સંગઠનોના હિતોનું રક્ષણ કરવા, કૃષિ સહકારી ચળવળના નવીનતમ વિકાસમાં સંશોધન કરવા, કૃષિ સહકારી સંસ્થાઓ વચ્ચે પરસ્પર સંકલન, સહકાર અને આર્થિક સહયોગને પ્રોત્સાહન આપવા માટે કાર્યરત છે. દેશનું અર્થતંત્ર કૃષી અને કિસાન આધારીત છે તેવા સમયે આ ક્ષેત્રનો બહોળો અનુભવ ધરાવતા શ્રી દિલીપ સંઘાણી ને વૈશ્વિક ક્ષેત્રે મહત્વપૂર્ણ જવાબદારી વાળા સંગઠનમાં પ્રમુખ પદ માટે નામાંકન ભર્યું છે ત્યારે દેશ-વિદેશના સહકારી સંગઠનો શ્રી સંઘાણીને શુભેચ્છા પાઠવી રહ્યા છે. ICAO ની આગામી તા. 17મી જૂને ચૂંટણી યોજાવાની છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.