સહયોગ પેટ્રોલપંપ પર બે પીકઅપ ડાલામાં ડીઝલ ભરવા અંગે કર્મચારીઓ પર હુમલો CCTV માં કેદ
ભિલોડા: અરવલ્લી સહીત મોડાસા શહેરમાં જાણે પોલીસ અને કાયદાની બીક કોઈને રહી નથી તેવું લાગે રહ્યુ છે. કારણ કે દિન પ્રતિદિન લુખ્ખા તત્ત્વોનો આંતક વધી રહ્યો છે.
મોડાસામાં પેટ્રોલિંગ કરવામાં આવે તો આવા અસામાજિક તત્વો પર નિયંત્રણ લાગી શકે પણ પોલીસ પોતાની કામગીરી નથી કરતી જેને લઇને આવા તત્ત્વોને જાણે છૂટોદોર મળી ગયો છે, જેને લઇને બેફામ બન્યા છે મોડાસા માલપુર બાયપાસ રોડ પર આવેલ એક પેટ્રોલપંપના કર્મચારીઓ પર ડીઝલ પુરવા અંગે કેટલાક લુખ્ખા તત્વોએ દાદાગીરી હુમલો કરી પથ્થરોના ઘા ઝીંકી પંપના કર્મચારીનો અપહરણ નો પ્રયાસ થતા ભયનો માહોલ પેદા થયો હતો
મોડાસા શહેરના માલપુર બાયપાસ રોડ પર સહયોગ પેટ્રોલપંપ પર બે પીકઅપ ડાલામાં આવેલા કેટલાક શખ્શોએ પંપના કર્મચારીઓ લકઝરીમાં ડીઝલ ભરી રહ્યા હતા ત્યારે પીકઅપ ડાલામાં આવેલા કેટલાક અસામાજિક તત્વોએ પીકપડાલા માં પહેલા ડીઝલ પુરી આપવા દાદાગીરી કરી ઉશ્કેરાઈ જઈ બેફામ ગાળો બોલી કર્મચારી અમરત ભાઈ દલાભાઈ બામણીયાને ગડદા પાટુનો માર મારી અન્ય કર્મચારી બચાવવા જતા મિનેશભાઈ સુખાભાઈ પગીનું અપહરણ કરવાનો પ્રયત્ન કરી હાથમાં પાઇપો લઈને માર મારી આતંક સર્જતાં પેટ્રોલપંપ પર હિચકારા હુમલાના પગલે ભારે અફડાતફડી મચતાં
આજુબાજુ માંથી લોકો દોડી આવતા લુખ્ખા તત્વો રફુચક્કર થઈ ગયા હતા
જોકે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા મોડાસા રૂરલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી આ મામલે તપાસ શરુ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી મોડાસા રૂરલ પોલીસે પેટ્રોલપંપના કર્મચારી સુરેશભાઈ ધુળાભાઈ રાઠોડની ફરિયાદના આધારે ચાર અજાણ્યા ઈસમો સામે આઈપીસી કલમ-૩૨૩,૫૦૪,૫૦૬(૨),૩૬૫,૫૧૧,૧૧૪ તથા જીપી એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.