સહાનુભૂતિ મેળવવા સવાઈ ભાટે ગરીબીનું નાટક કર્યું?

મુંબઈ, સિંગિંગ શો ઈન્ડિયન આઈડલ ૧૨ ખતમ થઈ ગયો છે. આશરે નવ મહિના સુધી ટેલિવિઝન પર પ્રસારિત થયેલા આ શોએ જર્ની દરમિયાન ઘણા ઉતાર-ચડાવ જાેયા હતા. ક્યારેક કોઈ કન્ટેસ્ટન્ટના એલિમિનેશનના કારણે ટ્રોલિંગ તો ક્યારેક જજ રહી ચૂકેલા સેલેબ્સના ચોંકાવનારા ખુલાસા. સીઝન દરમિયાન શોના કન્ટેસ્ટન્ટ સવાઈ ભાટને લઈને પણ વિવાદ થયો હતો. સવાઈ ભાટની શોના કારણે ખ્યાતિ વધ્યા બાદ તેની કેટલીક જૂની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. જેમાં તે ડેનિમ અને ટી-શર્ટમાં જાેવા મળ્યો હતો.
તસવીરો બાદ આરોપ લાગ્યો હતો કે, સવાઈ ભાઈ ગરીબ નથી, તે ગરીબીનું નાટક કરી રહ્યો છે. તે એક પ્રોફેશનલ સિંગ છે અને ઈન્ડિયન આઈડલ ૧૨મા ભાગ લેતા પહેલા ઘણા કોન્સર્ટ અને લાઈવ શો કરી ચૂક્યો છે. પરંતુ મેકર્સ અને સવાઈ ભાટે પોતાને લોકોની સહાનુભૂતિ લેવા માટે આ બધા નાટક કર્યા છે. ઈન્ડિયન આઈડલ ૧૨ દરમિયાન આ અંગે ન મેકર્સે સ્પષ્ટતા કરી કે ન સવાઈ ભાટ.
સવાઈ ભાટે હવે હાલમાં આપેલા ઈન્ટરવ્યૂમાં આ મુદ્દા પર વાત કરી છે. તેણે કહ્યું ‘બોલનારી કોઈ પણ વ્યક્તિનું મોં બંધ કરી શકાય નહીં. બધા લોકોએ મને જાેયો છે અને જે છે બધું સામે છે. કેટલાક લોકો પોતાના ફાયદા માટે આવું કરે છે. હું ઈચ્છું છું કે, જે રીતે રિપોર્ટમાં આ છપાયું છે તે રીતે મને માતા રાણીના આશીર્વાદથી ગાડી અને બંગલો પણ મળે. ફેન્સના પ્રેમથી આ બધું સાચુ પડવાના સપના જાેઉ છું.
ફ્યૂચર પ્લાનિંગ અંગે તેણે કહ્યું ‘હું એક ગરીબ પરિવારમાંથી આવું છું, તેથી ઈચ્છું છું કે મારા જેવા ગરીબ પરિવારમાંથી આવનારાના ટેલેન્ટને આગળ લાવવાનો પ્રયાસ કરીશ. મારા ફેન્સને પણ અપીલ કરીશ કે ટેલેન્ટને સપોર્ટ કરો અને તેને આગળ વધવામાં મદદ કરો.SSS