Western Times News

Gujarati News

સહારા ચીફને રાહત: સુપ્રીમ કોર્ટે સુબ્રતો રોયને હાજર થવા રોક લગાવી

હાઈકોર્ટના આદેશને પડકારતી સહારા ચીફની અરજી પર જસ્ટિસ એએમ ખાનવિલકર અને જેબી પારડીવાલાની ખંડપીઠે આ નોટિસ જારી કરી હતી.

પટના હાઈકોર્ટે સહારા ગ્રુપના ચેરમેન સુબ્રત રોયને સમન્સ આપવા છતાં કોર્ટમાં હાજર ન થવા બદલ ધરપકડ વોરંટ જારી કર્યું છે.

નવી દિલ્હી, સુપ્રિમ કોર્ટે શુક્રવારે બિહારના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી)ને સહારા જૂથના વડા સુબ્રત રોયને રોકાણકારોને નાણાં પરત કરવાના સંબંધમાં 16મી મેના રોજ તેની સમક્ષ હાજર કરવાનો નિર્દેશ આપતા પટના હાઈકોર્ટના આદેશ પર રોક લગાવી દીધી હતી. સર્વોચ્ચ અદાલતે હાઈકોર્ટ દ્વારા પસાર કરાયેલા એક અલગ આદેશ પર પણ સ્ટે મૂક્યો હતો,

જેણે 11 ફેબ્રુઆરીએ સહારા ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી લિમિટેડ અને રોયને તેની સમક્ષ પડતર જામીન અરજીમાં વિરોધી પક્ષો તરીકે ઉમેરવાનો નિર્દેશ આપ્યો હતો અને ત્યારબાદ તેમને વ્યક્તિગત જામીન આપવાનો આદેશ આપ્યો હતો. દેખાય છે.

દેશના એક સમયના ટોચના ધનકુબેર અને દિગ્ગજ કંપની સહારા ઈન્ડિયાના માલિક સુબ્રતો રોય માટે આગામી સમયમાં વધુ કપરા ચઢાણો જાેવા મળી રહ્યાં છે. કોર્ટે સહારાના માલિક રોયની ધરપકડ કરવા માટે વોરંટ ઈશ્યુ કર્યો છે. રિપોર્ટ અનુસાર પટના હાઈકોર્ટે સહારા ગ્રુપના ચેરમેન સુબ્રત રોયને સમન્સ આપવા છતાં કોર્ટમાં હાજર ન થવા બદલ ધરપકડ વોરંટ જારી કર્યું છે.

હાઈકોર્ટના આદેશ છતાં સુબ્રતો રોય શુક્રવારે કોર્ટમાં હાજર ન થતા કોર્ટના આદેશની અવમાનના બદલ સુનાવણી કરતી બેંચે તેમની સામે ધરપકડ વોરંટ જારી કર્યું હતું.

કોર્ટના આદેશ મુજબ ધરપકડ વોરંટ ૩ રાજ્યોના મહાનિર્દેશકો/પોલીસ વડાઓ (ડીજીપી/સીપી)ને મોકલવામાં આવશે. બિહારની સાથે ઉત્તર પ્રદેશ અને દિલ્હીના પોલીસ વડાને પણ ધરપકડ વોરંટ મોકલવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે પટના હાઈકોર્ટે ૧૩ મેના રોજ સુબ્રત રોય સંબંધિત કેસની સુનાવણી માટે ફિઝિકલ કોર્ટ હિયરિંગ રાખી હતી. આમ છતાં સુબ્રત રોય સહારા કોર્ટમાં હાજર થયા નહોતા થયા.

જણાવી દઈએ કે કોરોના ગાઈડલાઈન્સ હેઠળ માત્ર વર્ચ્યુઅલ સુનાવણી થઈ રહી હતી, પરંતુ આ મામલામાં શુક્રવારે ફિઝિકલી સુનાવણી થઈ હતી.

આદેશ છતાં કોર્ટમાં હાજર ન થવા બદલ પટના હાઈકોર્ટે સહારા ગ્રુપના વડા સુબ્રત રોય સામે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે બિહાર અને ઉત્તર પ્રદેશના ડીજીપી અને દિલ્હીના પોલીસ કમિશ્નરને સુબ્રત રોયને ધરપકડ કરીને હાઈકોર્ટમાં હાજર કરવાનો નિર્દેશ આપ્યો છે. હવે આ મામલે આગામી સુનાવણી ૧૭ મેથી થશે.

સહારામાં રોકાણ કરનારા લોકોનો આરોપ છે કે પાકતી મુદત વીતી ગયા પછી પણ તેમના પૈસા પરત કરવામાં આવ્યા નથી. પટના હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરતા ખંડપીઠે સુબ્રત રોયને હાજર રહેવા અને કંપની રોકાણકારોને પૈસા કેવી રીતે પરત કરશે તે જણાવવા જણાવ્યું હતું. જાેકે કોઇ જવાબ ન મળતા કોર્ટે સખ્તી અપનાવી છે.

સહારા સામેના અન્ય એક કેસમાં અસરકારક કાર્યવાહી કરીને છત્તીસગઢ પોલીસે સહારા ઈન્ડિયા કોઓપરેટિવ કંપનીના ચાર ડિરેક્ટરોની ધરપકડ કરી છે. રાજનાદગાંવની પોલીસે ગુરુવારે લખનૌમાં સહારાના હેડકવાર્ટરમાંથી આ ચારેય અધિકારીઓની ધરપકડ કરી હતી.

છત્તીસગઢની પોલીસે રોકાણકારોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવીને બેઠેલી સહારા ઈન્ડિયા કંપની સામે કડક કાર્યવાહી કરી છે. આ રોકાણકારોના પૈસા પરત ન કરવાના મામલામાં છત્તીસગઢના રાજનાંદગાંવ જિલ્લાની પોલીસે સહારાના માલિક સુબ્રત રાય સહિત સહકારી કંપનીઓના ડિરેક્ટરો વિરુદ્ધ FIRનોંધી હતી. જે બાદ રાજનાંદગાંવ પોલીસ ગુરુવારે લખનૌ પહોંચી અને એસએમ સહાય, ખાલિદ ચૌધરી અને પ્રદીપ શ્રીવાસ્તવ સાથે લાલજી વર્માની ધરપકડ કરી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.