સહારા ઈન્ડિયાએ પાકતી મુદ્દતે નાણા ડબલ નહીં આપતા પોલીસ ફરિયાદ
સુરત : ઉધના મગદલ્લા રોડ સોસિયો સર્કલ પ્રાચી હોસ્પિટલ સહારા ઈન્ડિયાની ઓફિસમાં પાકતી મુદ્દતે ડબલ નાણાં કરી આપવાની લાલચ આપી રૂ.૧૨.૭૭ લાખનું રોકાણ કરાવી પાછળથી નાણાં નહીં ચૂકવી વિશ્વાસઘાત કરી સુબ્રતોરોય સહિત ૧૨ આરોપીઅો સામે પોલીસ મથકમાં ફરિયાદ નોધાઈ હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સીટીલાઈટ રોડ અણુવ્રત દ્વાર સૂર્યદર્શન એપાર્ટમેન્ટ પાસે સંજયકુમાર મુરારકા રહે છે. તેમણે સને ૨૦૦૯માં ઉધના મગદલ્લા રોડ સોસિયો સર્કલ પાસે આવેલ પ્રાચી હોસ્પિટલના માળ પર સહારા ઈન્ડિયાની અોફિસમાં પાંચ વર્ષની મુદ્દત માટે બોન્ડમાં રૂ.૯.૧૦ લાખનું રોકાણ કયુ* હતું.
ત્યારબાદ બેક મેનેજર તથા એજન્ટ દ્વારા બોન્ડ પરત લઈને સહારા ક્યુ શોપના નવા બોન્ડ રૂ.૧૨.૭૭ લાખના આપ્યા હતા. આ નવા બોન્ડ ૨૦૧૭-૧૮માં પાકતા હતા. પરંતુ આજદિન સુધી નાણાં નહીં પરત કરી રૂ.૧૨.૭૭ લાખનો વિશ્વાસઘાત કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે સુબ્રતો રોય સહિત ૧૨ આરોપીઓ સામે ગુનો નોધ્યો હતો.