સહારા રણમાં મળ્યો ૪.પ અબજ વર્ષ જૂનો પત્થર
(એજન્સી) પેરીસ, ફ્રાંસના વૈજ્ઞાનિકોને આફ્રિકાના સહારા રણમાં પૃથ્વીની ઉંમર કરતા પણ જૂનો એક પત્થર મળી આવ્યો છે. આ પત્થર ૪.પ અબજ વર્ષ જૂનો હોવાનું માનવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ અલ્જીરીયાના અર્ગ ચેક ્ડ્યુન સમુંદ્રમાં ઉલ્કાપિંડની શોધ કરી હતી. જેનું વજન ૩૧ કિલો જેટલું છે.
આ પત્થર તેનો ભાગ હોવાનું મનાય છે. જે કોઈ ગ્રહમાંથી લાવા રૂપે પીગળી સખ્ત બની ગયો છે. શોધ દરમ્યાન મળી આવેલા પત્થર એક ઉલ્કાપીંડનો ભાગ છે જે અંતરીક્ષમાં ફરતા સમયે પૃથ્વીના ગુરૂત્વાકર્ષણથી ખેંચાઈ આવ્યો હતો. આ ઉલ્કાપીંડ પૃથ્વીના અસ્તિત્વમાં આવ્યા પહેલાથી જ અસ્તિત્વમાં હતો.
અંતરીક્ષમાંથી પૃથ્વી પર તે ક્યારે ખાબક્યો તે જાણી શકાયુ નથી. સંશોધકો અનુસાર આ ઉલ્કાપીંડને અર્ગ ચેચ ૦૦ર અથવા ઈસી ૦૦ર નામ આપવામંા આવ્યુ છે. એ અત્યાર સુધીમાં શોધવામાં આવેલા સૌથી જૂનો પત્થર છે. એ કોઈ પુરાતન ગ્રહનો ભાગ છે આવા પત્થરોને બિલ્ડીંગ બ્લોક રૂપે ઓળખવામાં આવે છે. બહારની દુનિયામાંથીતે પૃથ્વી પર આવ્યો છે.