સહ્યાદ્રી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો ક્રિસિલ એ૩ રેટિંગમાં બે પોઇન્ટ વધ્યું
ક્રિસિલે સહ્યાદ્રી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (એસઆઇએલ) માટે ‘ક્રિસિલ બીબીબી / પોઝિટિવ / ક્રિસિલ એ૩+ માટે તેની રેટિંગ્સ અપગ્રેડ કરી છે.
એસઆઇએલ માટેના કી ડ્રાઇવરો પૈકીનું એક ક્રિસિલે જણાવ્યા પ્રમાણે કોરુગેટેડ એસી શીટ્સ ઇન્ડસ્ટ્રીમાં તેની બજાર સ્થિતિ સ્થાપિત કરી છે. એસઆઇએલ સ્વસ્તિક બ્રાન્ડ હેઠળ એસી શીટ્સનું નિર્માણ કરે છે. અન્ય બ્રાન્ડ CEMPLY ફ્લેટ શીટ અને ઇકોપ્રો ફાઇબર સિમેન્ટ બોર્ડ લગભગ પ્રોડક્ટ કેટેગરીમાં સમાનાર્થી છે. તે મહારાષ્ટ્ર, ગુજરાત, કેરાલા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગણા, છતીસગઢ અને ઓરિસ્સામાં ઉપસ્થિત છે.
ક્રિસિલે પોતાના સ્ટેટમેન્ટમાં ‘પોઝિટિવ આઉટલૂક’ આપ્યું અને જણાવ્યું કે એસઆઇએલનું માનવું છે કે તેમના સ્થાપિત બજારની સ્થિતિથી મધ્યમ સમયગાળામાં લાભ મળતો રહેશે. જો કંપની તેના ઓપરેટિંગ માર્જિનને જાળવી રાખતી વખતે અને વર્કિગ કેપિટલ સાયકલ, ફાઇનાન્સિયલ રિસ્ક પ્રોફાઇલ, અને લિક્વિડિટીને જાળવી રાખતી વખતે ઓપરેશનના સ્કેલમાં સુધારો કરે તો રેટિંગને અપગ્રેડ કરી શકાય છે.