સાંઈબાબા મંદિર નજીક વરસતા વરસાદમાં રોડ પર ઓઈલ ઢોળાતા બસ સ્લીપ થતા ઝાડ સાથે ભટકાઈ,મુસાફરો ઈજાગ્રસ્ત

પ્રતિનિધિ દ્વારા ભિલોડા : મોડાસા શહેરના સાંઈમંદિર નજીકથી વરસતા વરસાદમાં રોડ પર ઢોળાયેલ ઓઇલ ના પગલે રોડ પરથી પસાર થતી એસટી બસના ચાલકે વળાંકમાં સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા રોડ બાજુમાં રહેલા ઝાડ સાથે ભટકાતાં બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોમાં ભારે હોહા મચી હતી બસમાં મુસાફરી કરી રહેલ મુસાફરોમાંથી એક બાળકીની આંખે ગંભીર ઇજા પહોંચતા અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સે ફોન લગાવતા ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ માલપુર હોવાથી સમય લાગે તેમ હોવાથી જાયન્ટ્સ મોડાસાના નિલેશ જોશી અને પ્રવીણ પરમારે ઈજાગ્રસ્ત દીકરીને તાબડતોડ રીક્ષા મારફતે સારવાર અર્થે દવાખાને ખસેડી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું સદનસીબે વાહનો અને રાહદારીઓથી ધમધમતા રોડ પર એસટી બસ સ્લીપ થતા મોટી જાનહાની ટળી હતી
મોડાસા-માલપુર રોડ પર ફતેપુરા (દાહોદ) થી વિજાપુર જતી એસટી બસ (ગાડી.નં-GJ 18 Z 6408)ના ચાલકે સાંઈમંદિર નજીક મારૂતિ કોમ્પ્લેક્ષ આગળ વળાંકમાં વરસતા વરસાદમાં રોડ પર ઓઇલ ઢોળાયેલ હોવાથી બ્રેક મારવા જતા બ્રેક ન આવતા એસટી બસ રોડ પર રેલાઈ રોડ નજીક રહેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતના પગલે બસમાં મુસાફરોએ ચીસાચીસ કરી મુકતા આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા એસટી બસની ટક્કરે ઝાડ ઉખડી ગયું હતું બસમાં મુસાફરી કરી રહેલા પરિવારની બાળકીની આંખે ગંભીર ઇજા પહોંચી હતી સદનસીબે બસમાં મુસાફરી કરી રહેલા અન્ય મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી
બાળકીને આંખે ઇજા પહોંચતા ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરતાં એમ્બ્યુલન્સ માલપુર હોવાનું અન્ય એમ્બ્યુલન્સની ધનસુરાથી મોકલવાનું જણાવતાં અકસ્માતના પગલે દોડી આવેલા સેવાકીય સંસ્થા જાયન્ટ્સ મોડાસાના નીલેશ જોશી અને પ્રવિણ પરમારે ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સની રાહ જોયા વગર બાળકીને રિક્ષાની વ્યવસ્થા કરી તાત્કાલિક ઈજાગ્રસ્ત બાળકીએ સારવાર અર્થે દવાખાને ખસેડી પરિવારની મદદ કરી હતી એસટી બસની ટક્કરે ઝાડ ટુટી નજીકમાંથી પસાર થતા વીજતાર પર પડતા સમગ્ર વિસ્તારમાં વીજપુરવઠો ખોરવાતા વીજતંત્રના કર્મચારીઓએ સમારકામ કરી વીજ પુરવઠો પુર્વરત કર્યો હતો લી.જીત હરેશભાઈ ત્રિવેદી,ભિલોડા,જી.અરવલ્લી