સાંઈ સિલ્ક્સ (કલામંદિર)નો પબ્લિક ઇશ્યૂ 20 સપ્ટેમ્બર, 2023ના રોજ ખૂલશે
સિલ્ક સાડીના વેચાણ માટે 30 નવા સ્ટોર્સ ઊભા કરવા માટે મૂડી ખર્ચના ભંડોળ માટે IPO લાવી રહી છે
રૂ. 2ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઇક્વિટી શેરની પ્રાઈસ બેન્ડ રૂ. 210થી રૂ. 222 નક્કી કરવામાં આવી છે-ઇક્વિટી શેર્સની ફેસ વેલ્યુ કરતાં ફ્લોર પ્રાઈસ 105 ગણી અને કેપ પ્રાઈસ 111 ગણી છે
બિડ ઓછામાં ઓછા 67 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 67 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાય છે.
અમદાવાદ, સાંઈ સિલ્ક (કલામંદિર) લિમિટેડ (“કંપની”) બુધવાર 20 સપ્ટેમ્બર, 2023ના રોજ ઈક્વિટી શેર્સનો તેનો આઈપીઓ લઈને આવી રહી છે. આઈપીઓમાં રૂ. 6,000 મિલિયન સુધીના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ (“ફ્રેશ ઇશ્યૂ”) અને વેચાણકર્તા શેરધારકો દ્વારા 2,70,72,000 સુધીના ઇક્વિટી શેરના વેચાણ માટેની ઓફર (“વેચાણ માટેની ઓફર” અને ફ્રેશ ઇશ્યૂ સાથે મળીને, “ઓફર”)નો સમાવેશ થાય છે.
એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ સોમવાર, સપ્ટેમ્બર 18, 2023ના રોજ હશે. ઓફર સબ્સ્ક્રિપ્શન માટે બુધવારે, 20 સપ્ટેમ્બર, 2023ના રોજ ખુલશે અને શુક્રવાર, સપ્ટેમ્બર 22, 2023ના રોજ બંધ થશે.
ઓફરનો પ્રાઇસ બેન્ડ રૂ. 210થી રૂ. 222 પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરવામાં આવ્યો છે. બિડ ઓછામાં ઓછા 67 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 67 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાય છે.
કંપનીએ ફ્રેશ ઇશ્યૂ દ્વારા એકત્ર કરાયેલી આવકનો ઉપયોગ આ પ્રમાણે કરવાની દરખાસ્ત રજૂ કરી છે – રૂ. 1,250.84 મિલિયન 30 નવા સ્ટોર્સ (“નવા સ્ટોર્સ”) ઊભા કરવા માટે મૂડી ખર્ચના ભંડોળ માટે, રૂ. 253.99 મિલિયન બે વેરહાઉસ ઊભા કરવા માટેના મૂડી ખર્ચને ભંડોળ માટે, રૂ. 2,800.67 મિલિયન અમારી કંપનીની કાર્યકારી મૂડીની જરૂરિયાતોના ભંડોળ માટે, અમારી કંપની દ્વારા લેવાયેલા ચોક્કસ ઋણની પુનઃચૂકવણી અથવા પૂર્વ ચૂકવણી માટે રૂ. 500 મિલિયન અને બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે.
વેચાણ માટેની ઓફરમાં નાગાકનાકા દુર્ગા પ્રસાદ ચલાવાડી દ્વારા 64,09,345 સુધીના ઇક્વિટી શેર, ઝાંસીની રાણી ચલાવાડી દ્વારા 79,49,520 સુધીના ઇક્વિટી શેર્સ (સામૂહિક રીતે, “પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ”), ધનલક્ષ્મી પેરુમલ્લા દ્વારા 30,83,865 સુધીના ઇક્વિટી શેર્સ, દૂધેશ્વરા કનાકા દુર્ગારાવ ચલાવાડી દ્વારા 6,56,295 સુધીના ઇક્વિટી શેર્સ, કલ્યાણ શ્રીનિવાસ અન્નમ દ્વારા 63,46,975 સુધીના ઇક્વિટી શેર્સ, સુભાષ ચંદ્ર મોહન અન્નમ દ્વારા 21,20,500 સુધીના ઇક્વિટી શેર્સ અને વેંકટા રાજેશ અન્નમ દ્વારા 5,05,500 સુધીના ઇક્વિટી શેર્સનો સમાવેશ થાય છે.
ટેકનોપકના રિપોર્ટ મુજબ નાગાકાનાકા દુર્ગા પ્રસાદ ચલાવાડી અને ઝાંસી રાણી ચલાવાડી દ્વારા પ્રમોટ કરાયેલ એસએસકેએલ નાણાંકીય વર્ષ 2020, 2021 અને 2022માં આવક અને ચોખ્ખા નફાના સંદર્ભમાં દક્ષિણ ભારતમાં પરંપરાગત વસ્ત્રો, ખાસ કરીને સાડીઓની બાબતે ટોચના 10 રિટેલર્સમાં સામેલ છે.
તેના ચાર સ્ટોર ફોર્મેટ દ્વારા એટલે કે કલામંદિર, વરામહાલક્ષ્મી સિલ્ક, મંદિર અને કેએલએમ ફેશન મોલ દ્વારા તે બજારના વિવિધ સેગમેન્ટમાં પ્રોડક્ટ્સ ઓફર કરે છે જેમાં પ્રીમિયમ એથનિક ફેશન, મધ્યમ આવક માટે એથનિક ફેશન અને વેલ્યુ-ફેશનનો સમાવેશ થાય છે.
31 જુલાઈ, 2023 સુધીમાં, તેણે દક્ષિણ ભારતના ચાર મોટા રાજ્યોમાં, એટલે કે આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને તમિલનાડુમાં આશરે 6,03,414 ચોરસ ફૂટના કુલ વિસ્તાર સાથે 54 સ્ટોર્સનું સંચાલન કર્યું હતું.
31 માર્ચ, 2023ના રોજ પૂરા થયેલા નાણાંકીય વર્ષ માટે, એસએસકેએલે રૂ. 97.6 કરોડના ચોખ્ખા નફા સાથે રૂ. 1,351 કરોડની કુલ આવક નોંધાવી હતી.
ઇક્વિટી શેર 13 સપ્ટેમ્બર, 2023ના રોજ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“આરએચપી”) દ્વારા ઓફર કરવામાં આવી રહ્યા છે અને તેને બીએસઈ લિમિટેડ (“બીએસઈ”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (“એનએસઈ”) પર લિસ્ટિંગ કરવાની દરખાસ્ત છે. આ ઓફરના હેતુઓ માટે બીએસઈ લિમિટેડ નિયુક્ત સ્ટોક એક્સચેન્જ રહેશે.