સાંકરી BAPS મંદિર ખાતે ડાંગ જિલ્લાનું ખેડૂત સંમેલન યોજાયુ
બારડોલીના બી.એ.પી.એસ.સ્વામિનારાયણ મંદિર, સાંકરી ખાતે સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાનું સંયુક્ત ખેડૂત સંમેલન યોજાયું હતું. સમારોહમાં દ.ગુજરાતના પાંચ જિલ્લાઓમાં કમોસમી વરસાદથી પાકોને થયેલા નુકસાન માટે ૯૭,૫૩૬ ખેડૂતોને રૂ. ૯૧.૬૧ કરોડની સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.