સાંગોલ ગામે અલ્ટ્રાટ્રેક કોમ્પ્યુનીટી વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક હૃદયરોગ નિદાન કેમ્પ યોજાયો

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકના સાંગોલ ખાતે વણાકબોરી અલ્ટ્રાટ્રેક કોમ્યુનિટી વેલફેર ફાઉન્ડેશન (વણાકબોરી સિમેન્ટ વર્કસ) દ્વારા નિઃશુલ્ક હૃદયરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હૃદયને લગતી તપાસ જેવીકે આર.બી.એસ, ઈ.સી.જી, ઈક્કો, કાર્ડિયોલોજી જેવી તપાસ ફ્રી માં કરી આપવામાં આવી હતી. જે ખાનગી હોસ્પિટલમાં ૩૫૦૦/- રૂપિયાના ખર્ચે કરવામાં આવે છે. અલ્ટ્રાટ્રેક કોમ્યુનિટી વેલ્ફેર ફાઉન્ડેશનના સહયોગથી ફ્રી ચાર્જમાં કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં લાભાર્થીઓએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. સી.એસ.આર એક્ટિવિટી હેઠળઆ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અલ્ટ્રાટ્રેકના સુરેશ કુમાર રાઉત,(યુનિટ હેડ) સુરેશ પુરાની (સી.એસ.આર) સહિતના કર્મચારીઓ તેમજ આ કાર્યક્રમમાં સાંગોલ ગ્રામ પંચાયતના સરપંચ,પંચાયતના સભ્યો,ગામના આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.