‘સાંડ કી આંખ’ ફિલ્મમાં કંગનાએ મારી સાથે કામ કરવાની ના પાડી હતી : તાપસી
તાપસી પન્નુનું કહેવું છે કે કંગના રનોટે તેની સાથે ‘સાંડ કી આંખ’માં કામ કરવાની ના પાડી હતી. ત્યાર બાદ આ ફિલ્મમાં ભૂમિ પેડણેકરની એન્ટ્રી થઈ હતી. આ ફિલ્મ વિશ્વની સૌથી વયોવૃદ્ધ બે શાર્પશૂટર મહિલાઓની લાઇફ પર આધારિત હતી.
હાલમાં કંગના અને તાપસી વચ્ચે સોશ્યલ મીડિયામાં શબ્દોની મારામારી ચાલી રહી છે. એક ઇન્ટરવ્યુ દરમ્યાન તાપસીને પૂછવામાં આવ્યુ હતું કે શું ભવિષ્યમાં તે કંગના સાથે કામ કરવા માટે તૈયાર છે ? એનો જવાબ આપતાં તાપસીએ કહ્યું હતું કે ‘અમે સાથે કામ કરીએ એની શક્યતા હતી. ‘સાંડ કી આંખ’ માટે કંગનાને અપ્રોચ કરવામાં આવી હતી.
મને એમ કહેવામાં આવ્યું હતું કે તેણે એમ કહીને ના પાડી છે કે તમને અન્ય અભિનેત્રીની શું જરૂર છે જ્યારે હું એકલી કરી શકું છું. તે ઈચ્છતી હતી કે આ ફિલ્મ ફક્ત એક જ મહિલાને લઈને બનાવવામાં આવે. જાેકે મારા ડિરેક્ટરને સ્ક્રિપ્ટ બદલવાની આ વાત મંજૂર નહોતી. મને બ્રિલિયન્ટ કો-સ્ટાર્સ સાથે કામ કરવું ગમે છે. મેં ‘પિન્ક’, ‘મિશન મંગલ ’ અને ‘સાંડ કી આંખ’માં કામ કર્યું હતું. મેં વસ્તુસ્થિતિને સુધારવાનો પ્રયાસ કર્યો હતો.