સાંતલપુરધાર પાસેથી વધુ બે દેશી બનાવટની બંદૂક સાથે ઝડપાયા

પ્રતિકાત્મક
(પ્રતિનિધિ) માણાવદર, વંથલી પોલીસ સ્ટેશનના જાંબાઝ મહિલા પીએસઆઇ એ.પી.ડોડીયા અને પોલીસ સ્ટાફે બાતમીના આધારે સાંતલપુરધારથી આગળ ખારામા કરીમશા પીરની દરગાહ પાસે આરોપી સીદીકભાઇ અબ્દુલભાઇ જુણેજા (ઉ.વ.૪૨, રહે.સાંતલપુરધાર તા.વંથલી)ને જાહેરમાં વગર લાયસન્સે દેશી હાથ બનાવટની જામગરી નંગ-૧ કિ.રૂ. ૧,૫૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધો છે.
તેમજ પોલીસે સાંતલપુરધારથી આગળ સાકરીયા ઘુના પાસે આરોપી ઈકબાલ સુલેમાનભાઇ ખારી (ઉ.વ.૨૩ રહે.સાંતલપુરધાર તા.વંથલી)ને પણ જાહેરમાં વગર લાયસન્સે દેશી હાથ બનાવટની જામગરી નંગ-૧ કિ.રૂ. ૧,૫૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો.