સાંસદ રંજનબહેન ભટ્ટ મતદાન બૂથમાં પ્રવેશતા વિવાદ થયો
વડોદરા, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. આ દરમિયાન સાંસદ રંજનબહેન મતદાન બૂથમાં પ્રવેશતા વિવાદ સર્જાયો છે. પ્રાપ્ત માહિતી મુજબ સાંસદ રંજનબેન ભટ્ટ મતદાન પ્રક્રિયા દરમિયાન આઈ-કાર્ડ વગર બુથમાં પ્રવેશવાનો આક્ષેપ કરતા એક વ્યક્તિએ વિડીયો બનાવી વિરોધ કર્યો હતો અને બુથ પરના અધિકારીઓને તેમને બુથમાંથી બહાર જવા માટે કહેવાનું કહ્યું હતું.
Vadodara BJP, MP Ranjan Bhatt tried entering in polling booth, cops shunted her out pic.twitter.com/r9adnyDu53
— QueenBee (@VaidehiTaman) February 21, 2021
વ્યક્તિ કરી રહેલા વિરોધનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મીડિયા રિપોર્ટ મુજબ વડોદરા જિલ્લાના સાંસદ રંજનબેન ભટ્ટ શહેરની નુતન સ્કૂલનાં બુથમાં પ્રવેશ્યા હતા. સાંસદનાં પ્રવેશતાની સાથે જ જાગૃત મતદારોએ વિરોધ કર્યો હતો. એક જાગૃત નાગરિકે સાંસદનો વિરોધ કરતાં હોબાળો મચ્યો હતો.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં જાેવા મળે છે કે, સાંસદ રંજનબહેન ભટ્ટા મતદાન મથક પર પહોંચે છે અને અંદર પ્રવેશતી વખતે એક વ્યક્તિ લાઈવ વિડીયોમાં તેમને કહે છે કે, બહેન તમે અંદર ન જઈ શકો અને પોલીસને પણ આ અંગે જાણ કરે છે. આ દરમિયાન રંજનબેહન મતદાન બૂથમાં પ્રવેશે છે ત્યારે વ્યક્તિ ચૂંટણી અધિકારીને વિનંતી કરીને રંજનબહેનને બહાર જવા માટે કહેવાનું કહે છે.