સાંસદ રવિ કિશનને વાય પ્લસ કેટેગરીની સુરક્ષા મળી
નવીદિલ્હી, ફિલ્મ અભિનેતા તથા ગોરખપુર લોકસભા બેઠકના ભાજપના સાંસદ રવિકિશનની સુરક્ષા વધારવામાં આવી છે સરકારે તેમને વાય પ્લેસ કેટેગરીની સુરક્ષા ઉપલબ્ધ કરાવી છે આ જાણકારી રવિકિશને પોતે ટ્વીટ કરીને આપી તેમની સુરક્ષા એવા સમયે વધારવામાં આવી છે કે જયારે સંસદના ચોમાસુ સત્ર દરમિયાન તેમણે આપેલા નિવેદનો બાદ કહેવાતી રીતે તેમને મારી નાખવાની ધમકીઓ મળી હતી.
સાંસદ રવિ કિશને ટ્વીટ કરીને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરી આભાર માન્યો હતો તેમણે લખ્યું કે પુજનીય મહારાજજી તમે જે વાય શ્રેણીની સુરક્ષા મને ઉપલબ્ધ કરાવી છે તે બદલ હું મારો પરિવાર અન લોકસભા વિસ્તારની જનતા તમારો રૂણી છીએ અને અમે બધા તમારો આભાર વ્યકત કરીએ છીએ મારો અવાજ હંમેશા સદનમાં ગુંજતો રહેશે. એ યાદ રહે કે રવિકિશને કહ્યું હતું કે મેં યુવાનો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ભવિષ્ટ માટે અવાજ ઉઠાવ્યો હતો સંસદમાં નિવેદન આપ્યા બાદ સપા સાંસદ જયા બચ્ચને થાળીમાં છેદવાળુ નિવેદન આપ્યું હતું. તેને લઇને ભારે વિવાદ થયો હતો.HS