Western Times News

Gujarati News

સાંસદ વસાવાને મનાવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા

વડોદરા: ભરૂચ ભાજપના સાંસદ અને દિગ્ગજ આદિવાસી નેતા મનસુખ વસાવાએ ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દેતાં રાજનીતિમાં ભૂકંપ આવી ગયો છે. તેમણે સાંસદ પદેથી પણ રાજીનામું આપી દીધું છે. પોતાના રાજીનામાનો પત્ર પ્રદેશ પ્રમુખને મોકલી આપ્યો છે અને સાંસદ પદેથી રાજીનામાનો પત્ર તેઓ લોકસભાના અધ્યક્ષને સોંપવાના છે.

તેમણે કારણ આપ્યું છે કે ખરાબ તબિયતના લીધે રાજીનામું આપ્યું છે પરંતુ શું તમે કોઈ નેતાને આ રીતે નિવૃત્તિ લેતા જાેયા છે? મિશન ૨૬નો એક આધાર ગણાતા સાંસદ વસાવાએ કેમ રાજીનામું આપ્યું તે હવે સામે આવી ગયું છે. ત્યારે ભાજપ મોવડીઓ દ્વારા મનસુખ વસાવાને મનાવવાના પ્રયાસો શરૂ કરાયા છે.

પ્રદેશ ભાજપ મહામંત્રી ભરતસિંહ પરમાર મનસુખ વસાવાને મનાવવા તેમના ઘરે પહોંચ્યા હતા. તેમજ વડોદરા પાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને નર્મદા જિલ્લાના પ્રભારી સતીશ પટેલ પણ મનાવવા પહોંચ્યા છે. તો બીજી તરફ, મનસુખ વસાવા આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બેઠક પણ કરી શકે છે. મુખ્યમંત્રીએ ખુદ સાંસદ મનસુખ વસાવાની નારાજગી દૂર કરવા કવાયત હાથ ધરી છે.

આ વચ્ચે મોટા ખબર મળ્યા છે કે, મનસુખ વસાવા સાથે સાગબારામાં ભાજપના ૨૯ અગ્રણીઓએ પણ રાજીનામા આપ્યા છે. સાગબારા તાલુકાના ભાજપ પ્રમુખ મોતિસિંગ વસાવા, મહામંત્રી દિવેશ વસાવાએ રાજીનામું આપ્યું છે. પૂર્વ નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ મનજીભાઈ વસાવા, તાલુકા યુવા ભાજપ પ્રમુખ નિલેશ વસાવાએ પણ રાજીનામું સોંપ્યું છે.

વિવિધ મોરચાના હોદ્દેદારો, સક્રિય કાર્યકરો, સરપંચોએ પણ સાગમટે રાજીનામા આપ્યા છે. નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખને રાજીનામાનો પત્ર મોકલી આપ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.