સાંસદ સીઆર પાટીલ કાર્યક્રમમાં માસ્ક પહેરવાનું ભૂલી ગયા
જનપ્રતિનિધઓ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમ તોડ્યા ત્યારે તેમને દંડ કોણ કરશેઃ લોકોએ સવાલ ઉઠાવ્યા
અમદાવાદ, કોરોના વાઇરસને લઇને લાંબા સમય સુધી ચાલેલા લોકડાઉન વચ્ચે સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે. પણ તંત્રએ સરકાર દ્વારા ગાઈડ લાઇન બહાર પાડવામાં આવી છે તેનું લોકોએ કડકપણ અમલ કરવાની વાત છે ત્યારે લોકોના પ્રતિનિધિ અને જનતાના ચૂંટાયેલા નેતાઓએ સરકારના નિયમો અને ગાઇડલાઇનને નેવે મૂકી છે.
સુરત શહેરમાં યોજાયેલા એક ખાનગી કાર્યક્રમમાં ઉપસ્થિત નવસારીના સાંસદ સીઆર પાટીલ માસ્ક પહેરવાનું ભૂલી ગયા હતા જ્યારે સુરતના સાંસદ દર્શનાએ માસ્ક તો પહેર્યુ હતું પરંતુ અન્ય હોદ્દાદારો સાથે તમામ ઉપસ્થિત લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાડ્યા હતા. સરકારે કોરોના વાયરસના આ કપરા કાળમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કર્યુ છે
અને ન પહેરે તેને ૨૦૦ રૂપિયાના દંડની જોગવાઈ કરી છે. ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક ન પહેરનારા આ પ્રતિનિધિઓ પર ક્યુ તંત્ર દંડ ફટકારશે તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે. કોરોના વાઇરસનું સર્ક્મણ નહિ વધે તે માટે તંત્ર દ્વારા લોકડાઉન આપવામાં આવ્યુ હતું. જોકે લાંબા સમય ચાલેલા લોકડાઉણ બાદ સરકાર દ્વારા લોકડાઉન માં અનેક છૂટછટ આપવામાં આવી છે .પણ લોકોને તંત્ર દ્વારા અનેક ગાઈડ લાઇન આપવામાં આવી છે તેમાં ફરજિયાત માસ્ક સાથે સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવાની પણ સૂચના આપવામાં આવી છે.
રાજકીય આગેવાનો અને લોકોના પ્રતિનિધિ આ નિયમો મામલે લોકોને જાગૃત કરવા સાથે નિયમો પાલન કરવાની જવાબ દારી હોય છે ત્યારે સુરતના આગેવાન આજે એક જગ્યા પર પોહચી ગયા અને પ્રસિદ્ધીની એટલી ભૂખ જાગી કે આ તમામ આગેવાન કોરોના ગાઈડલાઇનનો ભંગ કરતા જોવા મળ્યા હતા.સુરત ના એક વેપારીએ લોકોને જાગૃત કરવા માટે પોતાની સાડી સાથે માસ્ક સેનિટાઇઝર સાથે હોમિયોપેથીક દવા અને ઉકાળો આપવાના છે ત્યારે આ જનતાની સાથે સુરત અને નવસારી સાંસદ સાથે સુરત ના મેયર સાથે એક મહિના નગર સેવક પોહચી ગયા હતા.