Western Times News

Gujarati News

સાઈકલ પર ફૂડ ડિલીવરી કરતાં યુવકે માત્ર 3 કલાકમાં 1.5 લાખની કમાણી કરી

કાળઝાળ ગરમીમાં સાયકલ પર ડિલીવરી કરતાં યુવક માટે ક્રાઉડ ફંડીંગથી  75000 ઉભા કરવા હતા, પરંતુ 1.5 લાખ ઉભા થયા

ભીલવાડા, સોશિયલ મીડિયા પર એક ફૂડ ડિલિવરી બોયની જાણકારી વાયરલ થઈ રહી છે. આ ઘટના રાજસ્થાનના ભીલવાડાની છે. આપણે સૌ જાણીએ છીએ કે રાજસ્થાનમાં કેટલી ગરમી હોય છે. આ દરમિયાન એક ડિલિવરી બોય સમયસર પાર્સલ પહોંચાડે છે અને ચોંકાવનારી વાત એ છે કે એ પણ બાઈક પર નહીં, સાયકલ પર.

ટિ્‌વટર પર આદિત્ય શર્મા નામની વ્યક્તિએ આ સમગ્ર ઘટનાનું વર્ણન કર્યું છે. ટિ્‌વટ કરીને તેમણે જણાવ્યું કે, આજે મારો ઓર્ડર સમયસર ડિલિવર થયો, અને ચોંકાવનારી વાત એ છે કે ડિલિવરી બોય સાઈકલ પર આવ્યો હતો. શહેરમાં તાપમાન ૪૨ ડિગ્રી છે, પરંતુ તેમ છતાં મને ઓર્ડર સમયસર મળી ગયો.

મેં તે વ્યક્તિ સાથે વાતચીત કરી અને થોડી જાણકારી મેળવી. તેમનું નામ દુર્ગા મીના છે અને તે ૩૧ વર્ષના છે. તે પાછલા ચાર મહિનાથી આ કામ કરી રહ્યા છે અને મહિનાના લગભગ ૧૦,૦૦૦ રુપિયા કમાય છે.

આદિત્ય શર્માએ આગળ લખ્યું કે, દુર્ગા મીના શિક્ષક છે અને પાછલા ૧૨ વર્ષથી ભણાવી રહ્યા છે. પરંતુ કોરોના કાળમાં તેમની શાળાની નોકરી છૂટી ગઈ. તે મારી સાથે પણ અંગ્રેજીમાં વાત કરી રહ્યા હતા. તેમણે બીકોમનો અભ્યાસ કર્યો છે, તેઓ એમકોમ પણ કરવા માંગતા હતા

પરંતુ નાણાંકીય સ્થિતિ સારી ન હોવાને કારણે તેમણે ઝોમેટો સાથે કામ કરવાની શરુઆત કરી. તેમને ઈન્ટરનેટ વિશે તમામ જાણકારી છે. તેમણે મને જણાવ્યું કે તે વાઈફાઈ સાથે પોતાનું લેપટોપ ખરીદવા માંગે છે જેથી વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપી શકે. કારણકે હવે તમામ વસ્તુઓ ઓનલાઈન તરફ વળી રહી છે.

આદિત્યએ આગળ જણાવ્યું કે, દુર્ગાએ વિવિધ બેન્કોમાંથી લોન લીધી છે અને તેના હપ્તા ભરી રહ્યા છે. તે બાઈક ખરીદવા માટે બચત પણ કરી રહ્યા છે. તેમણે મને જણાવ્યું કે, સર અત્યારે હું દિવસમાં ૧૦-૧૨ ડિલિવરી કરુ છું અને શ્વાસ લેવાનો પણ સમય નથી હોતો.

બાઈક હશે તો ઘણી સરળતા થઈ જશે. તેમણે મને કહ્યું કે જાે તમે મને ડાઉન પેમેન્ટમાં મદદ કરશો તો EMI હું મારી જાતે ભરીશ અને ચાર મહિનામાં વ્યાજ સાથે ડાઉનપેમેન્ટ પણ પાછું આપી દઈશ.

દુર્ગાની મદદ કરવા માટે આદિત્યએ લોકો પાસે પણ મદદ માંગી. આદિત્યએ લખ્યું કે, હું દુર્ગા માટે ૭૫,૦૦૦ રુપિયા ક્રાઉડ ફંડિગ કરવા માંગુ છું. મને ખબર છે કે આ મોટી રકમ છે પરંતુ આ ટિ્‌વટ ૭૫ હજાર લોકો સુધી પહોંચી જશે અને બધા એક રુપિયો પણ દાન આપશે તો આપણે તેમની બાઈક ખરીદવાની ઈચ્છા પૂરી કરી શકીશું.

ઉલ્લેખનીય છે કે આ ટિ્‌વટ અનેક લોકોએ શેર કરી અને દુર્ગાના અકાઉન્ટમાં લોકો પૈસા ટ્રાન્સફર કરવા લાગ્યા. આદિત્યએ આગળની અપડેટ આપતા જણાવ્યું કે, અકાઉન્ટમાં પૈસા આવતા જાેઈને દુર્ગા રડી પડ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.