સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરથી વરસાદની આગાહી
અમદાવાદ, ચોમાસાના અંતમાં વરસાદે લાંબી રાહ જાેવડાવ્યા બાદ હવે ફરી એકવાર મેઘરાજાએ માહોલ જમાવ્યો છે. રાજ્યમાં ઠેર-ઠેર ભારેથી અતિભારે વરસાદ થતાં જળાશયો તથા ડેમમાં નવા નીર આવ્યા છે. સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
જેમાં અમદાવાદ સહિત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, ખેડા, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ તથા દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે સૌરાષ્ટ્રના ભાવનગર, રાજકોટ, અમરેલી, બોટાદ, મોરલી વગેરે રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની વકી છે.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે અમદાવાદ સહિત રાજ્યમાં આગામી દિવસોમાં પણ વરસાદ રહેવાનો છે. અમદાવાદ સહિત ઉત્તર, મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં આજે સવારે ૬થી ૧૦ વાગ્યા દરમિયાન બનાસકાંઠાના પાલનપુર તથા દાંતામાં ૩ ઈંચ જેટલો વરસાદ ખાબકતા ઠેર-ઠેર પાણી ભરાયા છે અને જળાશયોમાં નવા નીર ઊંચા આવવાની સંભાવના વધી છે.
આજના દિવસમાં હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, આ પછી પાટણ, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, નર્મદા, સુરત અને તાપી તથા સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અને મોરબીમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. વરસાદની સાથે વીજળી પડવાની સાથે ૪૦થી ૬૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના છે.
આવતીકાલે પણ રાજ્યના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરત, નવસારી, સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જે બાદ ત્રીજા દિવસે અને ચોથા દિવસે પણ બનાસકાંઠા, સાબરકાંઠા, સહિત ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, વલસાડ, મહિસાગર, હિમાચલપ્રદેશમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.SSS