સાઉથના આ સુપરસ્ટારે તેની ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, ફોટો વાઈરલ
હૈદરાબાદ: સાઉથ સુપર સ્ટાર નિથિને આ કોરોના મહામારીનાં સમયમાં તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ શાલિની સાથે ૨૨ જૂલાઇનાં રોજ સગાઇ કરી લીધી છે. આ સગાઇ સમયની તસવીરો સોશિયલ મીડિયા પર તેણે જ મુકી છે જે વાયરલ થઇ રહી છે. સાઉથની ઘણી બધી ફિલ્મોમાં એન્ગ્રી યંગમેનનાં અવતારમાં નજર આવતા નિથિને તેની સગાઇનાં ફોટો શેર કરતાં લખ્યું છે જુલાઇ ૨૬નાં રોજ હૈદરાબાદમાં તેમનાં લગ્ન છે. અને આ લગ્નમાં ગણતરીનાં લોકો જ હાજર રહેશે.
સગાઈ દરમિયાન નિતિન સફેદ રંગની ધોતીમાં જાેવા મળ્યો જ્યારે શાલિની લહેંઘામાં ખુબ જ સુંદર લાગી રહી હતી. શાલિનીએ યૂકેની યુનિવર્સિટીમાંથી બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. બંને છેલ્લા આઠ વર્ષથી એક બીજાને ઓળખતા હતા. નિથિને પોતાના કરિયામાં અત્યાર સુધી ૫૦થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે ૨૦૦૨માં પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી. નિતિનને ‘શ્રીનિવાસ કલ્યાણમ’ અને ‘ચલ મોહન રંગા’ જેવી ફિલ્મોમાં શાનદાર એક્ટિંગ માટે ઓળખવામાં આવે છે.