Western Times News

Gujarati News

સાઉથના સુપરસ્ટાર થલાપતિ વિજયે માતા-પિતા સામે કેસ કર્યો

ચેન્નાઇ, સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર થલાપતિ વિજય પોતાની ફિલ્મોને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. ફિલ્મ માસ્ટરના અભિનેતા થલાપતિ વિજય જેમને જાેસેફ વિજયના નામથી પણ ઓળખવામાં આવે છે તેઓ આ વખતે પોતાની ફિલ્મો માટે નહિ પરંતુ એક કેસને લઈને ચર્ચામાં છે.

થલાપતિ વિજયે કથિત રીતે મદ્રાસ હાઈકોર્ટમાં પોતાના પિતા એસકે ચંદ્રશેખર અને મા શોભા સહિત ૧૧ લોકો સામે દિવાની કેસ નોંધાવ્યો છે. પોતાના જ માતાપિતા સામે કેસ નોંધવવવા માટે થલાપતિ વિજય ચર્ચામાં છે. કેસની સુનાવણી ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ છે.

રિપોર્ટ અનુસાર શહેરની એક અદાલતમાં દાખલ કેસમાં કહેવામાં આવ્યુ છે કે કોઈએ પણ વિજયના નામનો ઉપયોગ જનતાને ભેગી કરવા કે બેઠકો આયોજિત કરવા માટે ન કરવો જાેઈએ. વાસ્તવમાં વિજયના પિતા તેમજ નિર્દેશક એસકે ચંદ્રશેખરે થોડા સમય પહેલા જ એક રાજકીય પાર્ટી શરૂ કરી હતી.

આ પાર્ટીનુ નામ ઑલ ઈન્ડિયા થલાપતિ વિજય મક્કલ ઈયક્કમ રાખવામાં આવ્યુ હતુ. રિપોર્ટ મુજબ ચૂંટણી પંચમાં નોંધાયેલ દસ્તાવેજાેમાં આ પાર્ટીના જનરલ સેક્રેટરી તરીકે વિજયના પિતાનુ નામ છે અને તેમની મા શોભા ચંદ્રશેખર તેના ટ્રેઝરર છે.

થલાપતિ વિજય વિજયના પિતા એસકે ચંદ્રશેખરે પાર્ટી અધ્યક્ષ તરીકે પોતાના સંબંધી પદ્મનાભનના નામની ઘોષણા કરી છે. વળી, વિજયની મા શોભાને કોષાધ્યક્ષ તરીકે જ્યારે તેમને તેમને મહાસચિવનુ પદ ધારણ કરવાનો દાવો કર્યો છે. વિજય એ વાતથી નારાજ છે અને તેમણે કેસમાં કહ્યુ છે કે કોઈ પણ વ્યક્તિને તેમના નામનો ઉપયોગ કરીને ચૂંટણી પાર્ટી કે કાર્યક્રમ કરવાની જરૂર નથી.

વિજયે પોતાના કેસમાં કહ્યુ કે જાે કોઈ મારા ફેન ક્લબનો ઉપયોગ કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ જ કારણ છે કે વિજયે પોતાના નામનો ફાયદો ઉઠાવવા માટે માતાપિતા સહિત ૧૧ લોકો સામે કેસ કર્યો છે. થોડા દિવસો પહેલા જ પોતાના નિવેદનમાં વિજયે સ્પષ્ટ કરી દીધુ હતુ કે તેને આ ચૂંટણી પાર્ટી સાથે કોઈ લેવા-દેવા નથી.

વિજયે પોતાના ફેન્સને અપીલ કરી હતી, ‘ઑલ ઈન્ડિયા થલાપતિ વિજય મક્કલ ઈયક્કમ’ પાર્ટી સાથે મારે કોઈ કનેક્શન નથી, માટે મારા માટે અને મારા નામે આ પાર્ટી સાથે ના જાેડાશો.’ વિજયે કહ્યુ હતુ, ‘જાે કોઈ પણ તેમના નામ, તેમના ફોટા કે તેમના ફેન ક્લબનો ઉપયોગ કરશે તો હું તેમની સામે કાનૂની કાર્યવાહી કરીશ.’HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.