સાઉથ આફ્રિકાનો એક ખેલાડી કોરોનાથી સંક્રમિત
કેપટાઉન: ઈંગ્લેન્ડ વિરુદ્ધ સીમિત ઓવરોની સિરીઝ પહેલા સાઉથ આફ્રિકા પુરૂષ ક્રિકેટ ટીમના ત્રણ ખેલાડીઓને આઇસોલેશન પર રાખવામાં આવ્યા છે કારણ કે તેમાંથી એક કોવિડ-૧૯ પોઝિટિવ થયો છે. સાઉથ આફ્રિકાના ક્રિકેટ બોર્ડ (સીએસએ)એ તેની પુષ્ટિ કરી છે.
સીએસએએ પરંતુ ત્રણ ખેલાડીઓના નામનો ખુલાસો કર્યો નથી. સીએસએએ કહ્યું કે, ૨૭ નવેમ્બરથી શરૂ થનારી નિર્ધારિત ઓવરની સિરીઝ પહેલા ખેલાડીઓ અને સગયોગી સ્ટાફને જૈવિક રૂપથી સુરક્ષિત માહોલ (બાયો-સિક્યોર)માં જગ્યા આપતા પહેલા લગભગ ૫૦ કોવિડ-૧૯ ટેસ્ટ કરવામાં આવ્યા. સીએસએએ નિવેદનમાં કહ્યું,
એક ખેલાડીનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને મેડિકલ ટીમના જોખમનું મૂલ્યાંકન કર્યા બાદ સામે આવ્યું કે, બે અન્ય ખેલાડી તેના નજીકના સંપર્કમાં આવ્યા હતા. તેમાં કહેવામાં આવ્યું, કોવિડ-૧૯ નિયમો હેઠળ ત્રણ ખેલાડીઓને તત્કાલ કેપટાઉનમાં આઇસોલેશનમાં મોકલવામાં આવ્યા છે.
ત્રણેય ખેલાડીઓમાં લક્ષણ જોવા મળી રહ્યા નથી અને સીએસએની મેડિકલ ટીમ તેના સ્વાસ્થ્ય પર નજર રાખશે.
ત્રણ ટી૨૦ આંતરરાષ્ટ્રીય અને ત્રણ વનડે મેચોની સિરીઝ માટે વૈકલ્પિક ખેલાડીઓની જાહેરાત કરવામાં આવી નથી પરંતુ બોર્ડે કહ્યુ કે, સપ્તાહના અંતમાં ટીમ અભ્યાસ પહેલા બે નવા ખેલાડી ટીમ સાથે જોડાશે. તેમણે કહ્યું, આ સમયે પ્રવાસ માટે આ ખેલાડીઓના વિકલ્પ પસંદ કરવામાં આવ્યા નથી પરંતુ ૨૧ નવેમ્બરથી થનાર અંતર ટીમ પ્રેક્ટિસ મેચ માટે બે ખેલાડી ટીમ સાથે જોડાશે.