સાઉથ આફ્રિકામાં ભારતીયો પર હુમલા અને લૂંટફાટ, અત્યાર સુધી ૭૨નાં મોત નિપજયાં
નવીદિલ્હી: દક્ષિણ આફ્રિકામાં પૂર્વ રાષ્ટ્રપતિ જૈકબ જુમાના જેલ ગયા પછી શરૂ થયેલી હિંસામાં અત્યારસુધીમાં ૭૨ લોકોનાં મોત થયાં છે. અહી હુમલાખોરોએ દુકાનો પણ લૂંટી હતી અને એ દરમિયાન થયેલી દોડા-દોડીમાં ઘણા લોકોનાં મોત થયાં છે. પોલીસ અને સેનાને સ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે સ્ટન ગ્રેનેડ અને રબર બુલેટ્સથી ફાયરિંગ કરવું પડ્યું હતું. અત્યારસુધીમાં ૧૨૦૦થી વધારે લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. આ હિંસા દેશનાં બે રાજ્યોના ગરીબ વિસ્તારોમાં થઈ છે. અહીં હુમલાખોરેએ એક રેલવે સ્ટેશનમાં તોડફોડ કરી છે અને એને કારણે એ બંધ કરવું પડ્યું છે.
દેશમાં સ્થિતિ એટલી હદે ખરાબ થઈ છે કે વેક્સિનેશન સેન્ટર્સ બંધ કરવા પડ્યાં છે. પરિણામે, છેલ્લા બે દિવસથી ઘણા લોકોને વેક્સિન મળી શકી નથી. પોલીસ મેજર જનરલ મથાપેલો પીટર્સે મંગળવારે રાતે એક નિવેદનમાં કહ્યું હતું કે ગૌતેંગ અને ક્વાજુલુ-નતાલ રાજ્યોમાં ઘણાં મોત ભાગદોડને કારણે થયાં છે, કારણ કે હજારો લોકો દુકાનોમાંથી ખાવાની વસ્તુઓ, ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ, દારૂ અને કપડાંની ચોરી કરવા લાગ્યા હતા. તેમણે કહ્યું હતું કે ક્વાજુલુ-નતાલ પ્રાંતમાં ૨૭ અને ગૌતેંગ રાજ્યમાં ૪૫ મોતની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ ફાયરિંગમાં પણ થયેલાં મોતની તપાસ કરવામાં આવશે. અમુક લોકોનાં મોત ગોળીબારને કારણે પણ થયાં છે.
હિંસાની શરૂઆત ગયા ગુરુવારે થઈ, જ્યારે પૂર્વ રાષ્ટ્રપતિ જુમાએ ૧૫ મહિનાની જેલની સજા ભોગવવા માટે સરન્ડર કરી દીધું. ત્યાર પછી તેમને જેલમાં બંધ કરી દેવામાં આવ્યા હતા. ત્યાર પછી આ બંને રાજ્યોમાં હિંસા ફેલાઈ અને મોટી માત્રામાં લૂંટફાટની ઘટના સામે આવી છે. જાેકે સારી વાત એ છે કે આ હિંસા આફ્રિકાનાં અન્ય રાજ્યો સુધી નથી ફેલાઈ. પોલીસ સંપૂર્ણ રીતે અલર્ટ છે. દક્ષિણ આફ્રિકાની ૬ કરોડની વસતિમાં અડધા ઉપરની વસતિ ગરીબીમાં જીવન પસાર કરે છે. દેશમાં બેરોજગારીનો દર ૩૨ ટકા છે. આ જ કારણ છે કે લોકો હિંસાની આડમાં લૂંટફાટ શરૂ કરી દે છે.
પૂર્વ રાષ્ટ્રપતિ જેકબ જુમા પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમના કાર્યકાળમાં ખૂબ ભ્રષ્ટાચાર થયો છે. આ મુદ્દે તપાસ શરૂ કરવામાં આવી. તપાસ દરમિયાન જુમાને તપાસ અધિકારીઓ અને કોર્ટ સામે રજૂ થવાનું હતું, પરંતુ તેઓ કોર્ટમાં હાજર થયા નહીં. માટે કોર્ટે તેમને કોર્ટના અવમાનનાના દોષિત ગણીને ૧૫ મહિનાની જેલની સજા આપી. જેકબ જુમાએ તેના પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપોને નકારી દીધા છે. જ્યારે તેમને સજાની સુનાવણી કરવામાં આવી ત્યારે તેમણે ગયા સપ્તાહે જેલની સજા પૂરી કરવા પોલીસ સામે સરન્ડર કરી દીધું હતું. તેઓ દેશની બંધારણીય કોર્ટ દ્વારા સજા રદ અથવા ઓછી કરવાની આશા રાખી રહ્યા છે. જાેકે કાયદાકીય નિષ્ણાતોનું કહેવું છે કે તેમની સજામાં ઘટાડો થવો કે રદ થવાની શક્યતા ઓછી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ભારતીયો અને ભારતીય મૂળના આફ્રિકન નાગરિકોની સંપત્તિને આગ લગાવવી અને લૂંટફાટની ઘટનાઓ બની રહી છે. આવા સમાચારો વિશે આફ્રિકન સરકારનું કહેવું છે કે આવું કરનારા લોકો રાજકીય અથવા જાતિવાદથી પ્રેરિત છે. જાેકે તેઓ ક્રિમિનલ છે, જેમનો હેતુ મોકાનો ફાયદો લઈને લૂંટફાટ કરવાનો હેતુ છે. સાઉથ આફ્રિકામાં રહેતા ભારતીયોએ ભારત સરકાર પાસે મદદ માગી હતી.
સોશિયલ મીડિયા પર સતત સાઉથ આફ્રિકાથી મેસેજ શેર કરવામાં આવતા હતા. એક મેસેજમાં લખવામાં આવ્યું હતું કે ક્વાજુલુ નતાલ અને જાેહાનિસબર્ગમાં ભારતીયોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. સાઉથ આફ્રિકામાં ૧૩ લાખ ભારતીયો રહે છે. બધાને જાેખમ નથી, પરંતુ અમુક વિસ્તારોમાં ભારતીયોને જાેખમ છે. અમે લોકો સાઉથ આફ્રિકન સરકાર પાસે મદદ માગી રહ્યા છીએ, પરંતુ હજી સુધી કોઈ મદદ મળી નથી. ત્યારે છેલ્લાં ત્રણેક દિવસથી સાઉથ આફ્રિકામાં નિગ્રો પ્રજાતિના લોકો દ્વારા આતંક મચાવાઇ રહ્યો છેે. દુકાનો-મોલમાં લૂંટફાટ ચલાવવા સાથે તોડફોડ કરી નુકસાન કરાઇ રહ્યું છે, જેમાં સાઉથ આફ્રિકામાં સ્થાયી થયેલાં ગુજરાતી લોકોના પરિવારોમાં ચિંતાના વાદળો છવાયાં છે.
દક્ષિણ આફ્રિકામાં ફેલાયેલી હિંસા અને રમખાણો વચ્ચે વિદેશમંત્રી એસ. જયશંકરે આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે અને દક્ષિણ આફ્રિકા સાથે વાત કરી છે. આ વિશે સમકક્ષ નલેદી પંડોર તરફથી ભારતીયોની સુરક્ષાનો વિશ્વાસ આપવામાં આવ્યો છે. શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ)ની બેઠકમાં સામેલ થવા માટે તઝાકિસ્તાનની મુલાકાતે ગયેલા જયશંકરે ટ્વીટ કર્યું છે, ‘દક્ષિણ આફ્રિકાના વિદેશમંત્રી નલેદી પંડોર સાથે વાતચીત થઈ છે. તેમણે આશ્વાસન આપ્યું છે કે તેમની સરકાર કાયદો-વ્યવસ્થા લાગુ કરવા માટે શક્ય દરેક પ્રયત્ન કરી રહી છે. સામાન્ય સ્થિતિ અને શાંતિને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.’
ઝુલુ રાજા મિસુજુલુ કાજ્વેલિથિને ક્વાજુલુ રાજ્યના લોકોને ભારતીય મૂળના લોકો સાથે શાંતિથી રહેવાની અપીલ કરી છે. દક્ષિણ આફ્રિકામાં ૧૩ લાખ ભારતવંશીઓમાંથી એક તૃતીયાંશ લોકો આ રાજ્યમાં રહે છે. સતત છઠ્ઠા દિવસ સુધી હિંસા અને લૂંટફાટની ઘટનાઓ પછી ટેલિવિઝન દ્વારા કરવામાં આવેલા સંબોધનમાં તેમણે કહ્યું હતું કે ઝુલુમાં સ્થાનિક લોકો ભારતવંશીઓ સાથે જે પણ ખરાબ વર્તન કરી રહ્યા છે
એ તાત્કાલિક બંધ કરવામાં આવે.સશસ્ત્ર ગેંગે દેશના ઘણા ભાગમાં ખાસ કરીને ડરબનમાં ભારતીય મૂળના લોકોની ફેક્ટરીઓ, દુકાનમાં તોડફોડ કરી છે. મિસુજુલુ કાજ્વેલિથીને કહ્યું હતું કે આપણા ભારતીય ભાઈઓ આપણા પડોશી છે અને ભારત બહાર ક્વાજુલુ નતાલમાં ભારતવંશીઓની વસતિ પણ વધારે છે. આ તોફાનો દરમિયાન કેટલાંક તત્ત્વોએ ઇરાદાપૂર્વક ભારતીયોને નિશાન બનાવ્યા હતા, કારણ એ કે જેકોબ ઝુમાએ મૂળ ભારતના ગુપ્તા બ્રધર્સ સાથે મળી ભ્રષ્ટાચાર કર્યાના આક્ષેપ થયા છ