સાઉથ કેરોલિનામાં અંધાધૂંધ ફાયરિંગ ૫ લોકોના મોત
સાઉથ કેરોલિના, અમેરિકાના સાઉથ કેરોલિનામાં હચમચાવી નાખે તેવા સમાચાર આવ્યા છે. અહીં એક પૂર્વ ફૂટબોલ ખેલાડી ફિલિપ એડમ્સે એક ડોક્ટરના ઘરમાં ઘૂસીને અંધાધૂંધ ફાયરિંગ કર્યું. જેમાં ૫ લોકોના મોત થયા. આ ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરી મચી છે.
ડેઈલી મેઈલમાં છપાયેલા અહેવાલ મુજબ પોલીસે જણાવ્યું કે અંધાધૂંધ ફાયરિંગમાં ડોક્ટર રોબર્ટ લેસલી, તેમના પત્ની બરબરા, પૌત્રી નોહ અને અદાના મોત થયા છે. આ ઉપરાંત તેમના ઘરમાં કામ કરતો નોકર જેમ્સ લુઈસ પણ માર્યો ગયો. આ હુમલામાં લુઈસના સાથી રોબર્ટ શૂકને પણ અનેક ગોળીઓ વાગી છે. તે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.