સાઉથ બોપલમાં કોરોનાનો હાહાકાર, સફલ પરિસર-આરોહી હોમ્સ કન્ટેન્મેન્ટ ઝોનમાં
અમદાવાદ, અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં રીતસરનો કોરોના વિસ્ફોટ થયો છે. સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી સફર પરિસર-૧ ઉપરાંત આરોહી હોમ્સ તથા આરોહી રેસિડેન્સી સોસાયટીમાં કુલ ૫૨ મકાનને કન્ટેન્મેન્ટ ઝોનમાં રાખવામાં આવ્યા છે. આ મકાનમાં રહેતા ૧૭૩ લોકોને હોમ કોરેન્ટીન કરાયા છે.
અગાઉ સફલ પરિસરમાં જ ૮૦ કોરોના પોઝિટિવ કેસ આવ્યાના સમાચાર ફેલાયા હતા પરંતુ તેની કોઈ પુષ્ટિ થઈ નહોતી. પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ મ્યુનિ.ની ટીમ આ સમાચારને પગલે દોડી ગઈ છે. અમદાવાદમાં હવે પશ્ચિમના વિસ્તારોમાં પણ આટલી વિશાળ સંખ્યામાં પોઝિટિવ કેસ આવવા માંડ્યા એ કોરોના પોઝિટિવનો ફરી વેવ શરૂ થયાની મોટી નિશાની છે. આગામી દિવસોમાં બોપલ વિસ્તારમાં મોટાપાયે કોરોના ટેસ્ટિંગની ઝુંબેશ શરૂ કરવામાં આવે તેવા પણ સંકેતો મળી રહ્યા છે.
અમદાવાદમાં કોરોનાનો વિસ્ફોટ થયો હોય એમ કેસોની સંખ્યામાં મોટો વધારો થઈ રહ્યો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં નવા દર્દીઓ માટે બેડ ખુટી પડ્યા હોવાની ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે શહેરમાં કોરોનાના સંક્રમણની ગંભીર પરિસ્થિતિ અને હોસ્પિટલોમાં કેટલા બેડ ખાલી છે તે અંગે સમીક્ષા કરવા માટે અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં શહેરમાં ખાનગી હોસ્પિટલો દ્વારા બેડ ભરવા માટે થઈ રહેલી ગેરકાયદે પ્રવૃત્તિ પર પણ ચર્ચાઓ કરવામાં આવી હતી.
અમદાવાદ શહેરમાં કોરોનાના નવા દર્દીઓને સરકારી હોસ્પિટલોમાં બેડ ખાલી નહીં હોવાથી હવે આણંદ, કરમસદ કે ગાંધીનગરની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવી રહ્યાં છે. ગઈ કાલે શહેરની SVP હોસ્પિટલમાં વધુ ૩૦૦ બેડ વધારવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કુલ ૧૫૦૦ બેડ ખાલી હોવાનું અધિકારીઓની બેઠકમાં જાણવા મળ્યું છે.
તે ઉપરાંત સિવિલમાં કિડની વિભાગમાં કુલ ૯૦ ટકા બેડ ખાલી છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હાલમાં ૭૦૩ દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. યુ.એન.મહેતા કિડની વિભાગ અને કેન્સરમાં કુલ ૨૫૦ જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. તમામ દર્દીઓને ગંભીર પરિસ્થિતિમાં ૈંઝ્રેંમાં લાવવામાં આવ્યાં છે.
ડૉક્ટરોનું એવું કહેવું છે કે કોરોના સંક્રમણમાં લક્ષણોમાં ફેરફાર થતાં તેની અસર હવે કિડની પર પડી શકે છે. રાજ્યના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તા અને છસ્ઝ્ર કમિશ્નર મુકેશ કુમાર સહિતના અધિકારીઓની આજે બેઠક મળી હતી. આ બેઠકમાં તેમણે કહ્યું હતું કે શહેરમાં ખાનગી હોસ્પિટલો દ્વારા જે દર્દીઓને જરૂર ના હોય અથવા તો ઓક્સિજન લેવલ પણ ઓછું થયું ના હોય તેવા દર્દીઓને ફોન કરીને ખાલી બેડ ભરવા માટેની ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી છે. આવી હોસ્પિટલોની છસ્ઝ્રને જાણ થઈ છે.
જેથી આવી હોસ્પિટલોના સંચાલકોને આ પ્રકારની પ્રવૃત્તિ અચકાવી દેવા માટે પ્રાથમિક રીતે સૂચન કરવામાં આવે છે. કારણ કે આવી પ્રવૃત્તિઓને કારણે શહેરમાં કૃત્રિમ રીતે હોસ્પિટલમાં બેડની અછત ઉભી થવાની શક્યતાઓ છે. આ બાબતે મેડિકલ એસોસિએશનને પણ ધ્યાન દોરવામાં આવ્યું છે. કોઈપણ સંજોગોમાં બેડની કૃત્રિમ અછતને સાંખી લેવામાં આવશે નહીં.હાલમાં શહેરમાં ૮થી૧૦ ખાનગી હોસ્પિટલોને પણ કોવિડ હોસ્પિટલ તરીકે રીક્વીઝીટ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેથી નવા દર્દીઓને સરળતાથી સારવાર મળી રહે અને વધુ બેડ ઉપલબ્ધ કરાવી શકાય.