સાઉથ સુપરસ્ટાર પ્રભાસની સ્પેનમાં બીજી સર્જરી કરાઇ
હૈદરાબાદ, સાઉથ સુપરસ્ટાર પ્રભાસની તાજેતરની રિલીઝ થયેલી રાધે શ્યામ પ્રેક્ષકોને પસંદ આવી ન હતી.ફિલ્મના ટ્રેલર દ્વારા ઉભી કરવામાં આવેલી અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યું છે. રાધે શ્યામ રિલીઝ થયાના થોડા સમય બાદ પ્રભાસ સ્પેન જવા રવાના થઈ ગયો છે. પરંતુ તે સ્પેન શૂટિંગ માટે નહીં પરંતુ મેડિકલ તપાસના કારણે પહોંચ્યો છે.
થોડા મહિનાઓ પહેલા જ્યારે પ્રભાસ તેની આગામી ફિલ્મ સાલારનું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે તેને સેટ પર ઈજા થઈ હતી. આ ઈજાને ઠીક કરવા માટે તેને સર્જરી માટે બાર્સેલોના જવું પડ્યું. સદનસીબે પ્રભાસનો ઘા બહુ ગંભીર નહોતો. તેનું નાનકડું ઓપરેશન કરવું પડ્યું. હાલ તબીબોએ તેમને આગામી અપોઇમેન્ટ સુધી સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે. સંપૂર્ણ આરામ એટલે શૂટિંગ પણ બંધ. પ્રભાસની તબિયત વિશે જાણ્યા પછી, ચાહકો તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.
અભિનેતાની તાજેતરમાં રિલીઝ થયેલી રાધે શ્યામની વાત કરીએ તો આ ફિલ્મ દર્શકોની અપેક્ષાઓ પર ખરી ઉતરી શકી નથી. દિગ્દર્શક રાધા કૃષ્ણ કુમાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં પ્રભાસ અને પૂજા હેગડે મુખ્ય ભૂમિકામાં હતી. પ્રભાસે આમાં હસ્તરેખાશાસ્ત્રીની ભૂમિકા ભજવી હતી.
તે જ સમયે, અભિનેતાની આગામી ફિલ્મોમાં ઘણા મોટા પ્રોજેક્ટ્સ શામેલ છે.સાલાર ઉપરાંત તેની પાસ ે હાલમાં પ્રોજેક્ટ-કે, સ્પિરિટ વગેરે જેવી ફિલ્મો છે. તે ડિરેક્ટર મારુતિની ફિલ્મમાં પણ કામ કરી રહ્યો છે. આદિપુરુષમાં પ્રભાસ કૃતિ સેનન અને સૈફ અલી ખાન સાથે જાેવા મળશે. જ્યારે તે આ પ્રોજેક્ટમાં અમિતાભ બચ્ચન અને દીપિકા પાદુકોણ સાથે જાેવા મળશે.HS