Western Times News

Gujarati News

સાઉથ સ્ટાર વિજય થલાપતિને માથા અને હાથ પર થઈ ઈજા

અભિનેતાનું સન્માન કરવામાં આવ્યું હતું

સાઉથના સુપરસ્ટાર થલાપતિ વિજય પોતાની અપકમિંગ ફિલ્મનું શુટિંગમાં સતત વ્યસ્ત છે

મુંબઈ, સાઉથના સુપરસ્ટાર થલાપતિ વિજય પોતાની અપકમિંગ ફિલ્મનું શુટિંગમાં સતત વ્યસ્ત છે.થલાપતિ ઈન્ડસ્ટ્રીથી દુર રહી પોતાનું સંપુર્ણ ધ્યાન રાજનીતિમાં આપી રહ્યો છે. આ દરમિયાન તેને ઈજા થઈ છે જેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. સાઉથ સ્ટાર વિજય થલાપતિ પોતાની ફિલ્મો દ્વારા ચાહકોનું મનોરંજન કરે છે.

સુપરસ્ટારનો ચાહક વર્ગ ખુબ મોટો છે. પરંતુ હવે થલાપતિ વિજય પોતાની ફિલ્મ સફરને બ્રેક આપી રાજનીતિમાં પોતાનો સમય આપશે. પરંતુ આ વચ્ચે તેની સાથે જોડાયેલા એક એવા સમાચાર સામે આવ્યા છે કે, જેનાથી સૌ કોઈ પરેશાન છે. સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ થઈ રહ્યા છે. જેમાં અભિનેતાના હાથ અને માથામાં ઈજા જોવા મળી રહી છે.

થલાપતિ વિજય હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમના શૂટિંગમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ અભિનેતા તેની ફિલ્મ ૨૦૦૪ની હાઈ-ઓક્ટેન બ્લોકબસ્ટર ગિલીના નિર્માતાઓને પણ મળ્યો, જે તાજેતરમાં થિયેટરોમાં ફરીથી રિલીઝ થઈ હતી. નિર્માતાઓએ ફિલ્મ ફરી રિલીઝ થવાના ખાસ અવસર પર થલાપતિ વિજયને આમંત્રણ આપ્યું હતું. ફિલ્મને મળી રહેલા સારા એવા પ્રતિસાદને કારણે અભિનેતાનું સન્માન કરવામાં આવ્યું હતું.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.