સાઉદીના જેદ્દાહ બંદર પાસે ઈરાની ઓઈલ ટેન્કરમાં વિસ્ફોટ
દુબઈ,સાઉદી અરબના જેદ્દાહ બંદર પાસે શુક્રવારે એક ઈરાની ઓઈલ ટેન્કરને વિસ્ફોટથી ઉડાવી દેવામાં આવ્યું. જાણકારોનું માનીએ તો આ એક ‘આતંકવાદી હુમલો’ છે.સુત્રોએ જણાવ્યું છે કે આ એક આતંકવાદી હુમલો હોઈ શકે છે. આ વિસ્ફોટથી નેશનલ ઈરાની ઓઈલ કંપનીના સ્વામીત્વવાળા ટેન્કરને ભારે નુકસાન થયું છે ને જેદ્દાહથી લગભગ ૬૦ માઈલના અંતરે લાલ સાગરમાં તેલ લીક થવા લાગ્યું છે.
અત્રે જણાવવાનું કે સાઉદી અરબની ઓઈલ રિફાઈનરી પર ૧૪ સપ્ટેમ્બરના રોજ થયેલા ડ્રોન હુમલા બાદથી ઈરાન અને સાઉદી અરબ વચ્ચે તણાવ ચરમસીમાએ છે. આ હુમલાની જવાબદારી જો કે યમનના વિદ્રોહી જૂથ હૂતીએ લીધી છે. પરંતુ સાઉદી અરબ અને અમેરિકા બંનેએ ડ્રોન હુમલા માટે ઈરાનને દોષી ઠેરવ્યું છે. આ માટે બંને દેશોએ ઈરાનને આકરી ફટકાર પણ લગાવી છે.