Western Times News

Gujarati News

સાઉદી અરબે ભારતમાં મુસાફરી પર લગાવ્યો પ્રતિબંધ

File

નવી દિલ્હી, સાઉદી અરબે ભારતથી આવવા અને ભારત જવાની મુસાફરી પર પ્રતિબંધ લગાવી દીધો છે. કોરોના સંક્રમણને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે. તેને લઈને ત્યાંની સરકારે આદેશ જાહેર કરી દીધો છે. ભારત સિવાય સાઉદી અરબે અન્ય બે દેશોમાં પણ આવવા જવાનો પ્રતિબંધ લગાવ્યો છે. જેમાં બ્રાઝિલ અને અર્જેન્ટિનાનો સમાવેશ થાય છે. જો કે, આદેશમાં કહેવામાં આવ્યું છે કે, જે મુસાફરો પાસે સરકાર તરફથી સત્તાવાર આમંત્રણ હશે તેમને આ પ્રતિબંધમાંથી છૂટ મળશે.

ઉલ્લેખનિય છે કે, સાઉદીમાં ભારતતીય પ્રવાસીઓની સારો એવો ઘસારો જોવા મળે છે. પાંચ દિવસ પહેલાં 18 સપ્ટેમ્બરે દુબઈ સિવિલ એવિએશન ઓથોરિટિએ છેલ્લા કેટલાંક અઠવાડિયામાં કથિત રીતે કોરોના વાઈરસના સંક્રમણની પુષ્ટીના સર્ટિફિકેટવાળા મુસાફરોને લાવવાને લઈને એર ઈન્ડિયા એક્સપ્રેસની બે ફ્લાઈટ પર બે ઓક્ટોબર સુધી રોક લગાવી દીધી. UAE સરકારના નિયમો અનુસાન ભારતથી મુસાફરી કરતા પ્રત્યેક મુસાફરોને મુસાફરી પહેલા 96 કલાક પહેલા RT-PCR ટેસ્ટ કરાવવો પડશે અને તેમની પાસે તપાસમાં સંક્રમણની પુષ્ટિ નહી થવાનું પ્રમાણપત્ર ફરજિયાત છે.

ગત મહીને એર ઈન્ડિયાના મુસાફર ફ્લાઈટને 18 ઓગસ્ટ થી 31 ઓગસ્ટ વચ્ચે હોંગકોંગમાં લેન્ડિંગથી રોકી દેવામાં આવી હતી. 14 ઓગસ્ટના દિલ્હી હોંગકોંગ ફ્લાઈટમાં ગંતવ્ય પર પહોંચ્યા બાદ 14 મુસાફરો કોરોના સંક્રમિત થયેલા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.