સાઉદી અરામ્કો અને રિલાયન્સ ઓઇલ ટૂ કેમિકલ્સ ડિવિઝનમાં 75 અબજ ડોલરનાં એન્ટરપ્રાઇસ વેલ્યુ પર 20 ટકા હિસ્સો ખરીદશે
ભારતમાં સૌથી મોટાં વિદેશી રોકાણમાંનું એક
મુંબઈ, 12 ઓગસ્ટ, 2019: સાઉદી અરામ્કો અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઇએલ) આજે આરઆઇએલનાં રિફાઇનિંગ, પેટ્રોકેમિકલ્સ અને ઇંધણ વેચાણ વ્યવસાયને સમાવતા ઓઇલ ટૂ કેમિકલ્સ (ઓ2સી) ડિવિઝનમાં પ્રસ્તાવિત રોકાણ સાથે સંબંધિત નોન-બાઇન્ડિંગ લેટર ઓફ ઇન્ટેન્ટ (“એલઓઆઈ”) પર સંમત થઈ હતી. સાઉદી અરામ્કોનો સંભવિત 20 ટકા હિસ્સો ઓ2સી ડિવિઝનનાં 75 અબજ ડોલરનાં એન્ટરપ્રાઇસ વેલ્યુ પર આધારિત છે. આ ભારતમાં સૌથી મોટાં વિદેશી રોકાણમાંનું એક બનશે.
સાઉદી અરામ્કો અને આરઆઇએલ 25 વર્ષથી વધારે સમયગાળાથી લાંબા ગાળાનાં ક્રૂડ ઓઇલ સપ્લાય સંબંધ ધરાવે છે. સાઉદી અરામ્કો વિશ્વની સૌથી મોટી અને બેરલદીઠ સૌથી ઓછો ખર્ચ ધરાવતી ક્રૂડ ઓઇલ ઉત્પાદક કંપની છે, જે ભૌગોલિક દ્રષ્ટિએ ભારતની નજીક છે અને ક્રૂડ સપ્લાય કરવાનાં વિવિધ વિકલ્પો ઓફર કરે છે. અત્યાર સુધી જામનગરમાં આરઆઇએલની રિફાઇનરીમાં પ્રોસેસિંગ માટે અંદાજે 2 અબજ બેરલ ક્રૂડ ઓઇલની સપ્લાય કરી છે.
આરઆઇએલની જામનગર રિફાઇનરી દુનિયાની સૌથી મોટી અને સૌથી કોમ્પ્લેક્સ રિફાઇનરી છે, જેમાં વિવિધ ઉત્પાદન સુવિધાઓમાં રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ કામગીરીનો સારો સમન્વય થયો છે. પ્રસ્તાવિત રોકાણને પરિણામે સાઉદી અરામ્કો લાંબા ગાળાનાં આધારે જામનગર રિફાઇનરીને 500 કેબીપીડી અરેબિયન ક્રૂડ ઓઇલની સપ્લાય કરશે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનાં ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, “હું દુનિયામાં સૌથી મોટાં બિઝનેસ એન્ટરપ્રાઇસમાંની એક સાઉદી અરામ્કોને અમારાં ઓઇલ ટૂ કેમિકલ્સ ડિવિઝનમાં સંભવિત રોકાણકાર તરીકે આવકારીને ખુશ છું. અમે સાઉદી અરામ્કો સાથે લાંબા ગાળાનાં ક્રૂડ ઓઇલ સંબંધ ધરાવીએ છીએ અને અમે આ રોકાણ સાથે બંને વચ્ચેનાં સંબંધોને વધારે ગાઢ બનાવીશું. સાઉદી અરામ્કોનું રોકાણ અમારી એસેટ અને કામગીરી તેમજ ભારતની સંભવિતતાની ગુણવત્તાનો મજબૂત પુરાવો છે.”
નોન-બાઇન્ડિંગ એલઓઆઈ હેઠળ પ્રસ્તાવિત રોકાણ ખંતને આધિન છે અને અમલ થનાર નિર્ણાયક સમજૂતી નિયમનકારક અને અન્ય પરંપરાગત મંજૂરીઓને આધિન રહેશે. બંને પક્ષો નિર્ણાયક સમજૂતીનાં અમલીની જાહેરાત કરશે.