સાચી આરાધના -બુદ્ધની નખકણિકા ઉપર મગધના રાજાએ સ્તૂપ બનાવડાવ્યો
ભગવાન બુદ્ધની નખકણિકા ઉપર મગધના રાજા બિંબિસારે એક અત્યંત સુંદર તથા કલાત્મક સ્તૂપ બનાવડાવ્યો હતો. સંધ્યાસમયે પુજાનો થાળ લઈને રાજાપરીવારનાં સભ્યો સ્તૂપ પર પહોચતાંઅને આખી રાત સ્તૂપ પર દીવડાઓ ઝગમગી રહેતા અને દિવ્ય પ્રકાશ ફેલાવતા.
અનેક વર્ષો પસાર થઈ ગયાં બિંબિસારનું મૃત્યુ થયું અને એનો પુત્ર અજાતશત્રુ સિંહાસન પર બેઠો. એણે ગાદીએ બેસતાં જ ઢંઢેરો બહાર પાડયોઃ‘કોઈને પૂજા કરવી હોય તો તે માટે વેદ, બ્રાહ્મણ અને શાસક જ પૂજાનાં અધિકારી છે, તેમની પૂજા કરવી. આ સ્તૂપની કોઈ પૂજા કરશે તો તેને પ્રાણદંડ મળશે… સાંભળજા હે પ્રજાજનો…’
પરંતુ, એક દિવસ સંધ્યાકાળે શ્રીમતી નામની એક બ્રહ્મભકત દાસી હાથમાં પુજાનો થાળ લઈને રાજમાતા પાસે પહોચીં. રાજમાતા એને આ રીતે તૈયારી કરીને આવેલી જાઈને કંપી ઉઠી અને બોલીઃ ‘નાસી જા અહીંથી. સ્તૂપ પરધૂપ-નૈવેધ ધરાવનારને શુળી પર ચઢાવી દેવાય છે.તને ખબર નથી શું ?’
ત્યાંથી દાસી મહારાણી પાસે ગઈ. તે તે વખતે પોતાનું સૌદર્ય દર્પણમાં જાઈજાઈને પોતાના પર મુગ્ધ થઈ રહી હતી. દાસીને પુજાનો થાળ લઈને આવેલી જાઈને તે બોલીઃ ‘શું તે રાજાજ્ઞા સાંભળી નથી ? પૂજા કરવાના દિવસો હવે ગયા. કોઈ રાજાને સુચના આપશે તો તારું આવી બન્યું જાણજે.’
લાચાર થઈને દાસી શ્રીમતી રાજકુમારીના ઓરડામાં ગઈ. તે મનોરંજનમાં મસ્ત હતી. દાસીને જાઈને એ ક્રોધે ભરાઈને બોલીઃ‘અહીં તું શું મરવા આવી છું. તારે મરવું જ હોય તો સ્તૂપ પર કેમ જતી નથી ?’
પુજાનો થાળ લઈને શ્રીમતી નગરના પ્રત્યેક દ્વાર પર ફરી આવી. કોઈ એવી સાથે પુજા કરવા જવા તૈયાર થયું નથી.કયાંક તો એને ગાળો અને ધિકકાર મળ્યાં.
અચાનક એને લાગ્યું કે, જાણે કોઈ રહી રહયું છે કે, પુજાનો સમય વહી રહયો છે, ઉતાવળ કર અને એની ચાલતાં તીવ્રતા આવી. રાજપ્રસાદના દ્વારપાળોએ રાતના અંધારામાં ઉધાનના ખૂણામાં આવેલ ભગવાન બુદ્ધના સ્તૂપપાસે કોઈ આકૃતિને જાઈ. એ આકૃતિ દીવડા પ્રગટાવી રહી હતી. દ્વારપાળો ખુલલી તલવારો લઈને દોડી આવ્યા અને પૂછયું, ‘તું કોણ છે ?’ તેણે કહ્યુંઃ ‘મારુંનામ શ્રીમતી છે. હું ભગવાન બુદ્ધની એક દાસી છું.’એ આટલું બોલી ત્યાં તો તલવાર એની ડોક પર પડી ચુકી હતી. સાચી આરાધના તે આનું નામ.