સાચો પ્રેમ- રચો તો ‘સંસાર’ છે અને નિભાવો તો ‘જીવન’ છે
આજે મારા મોબાઈલમાં એક મેસેજ આવ્યો તમારા પ્રેમ પર તમને કેટલા ટકા ભરોસો છે આ વાચતા જ મને એક સવાલ આવ્યો કે જયાં ભરોસાને ટકામાં માપવામાં આવે એને તમે પ્રેમ કહેશો જયાં ભરોસા પર ટકા પુછવામાં આવે તે પ્રેમ હોતો જ નથી. પ્રેમ એટલે શું પ્રેમ એટલે ન કોઈ ઈચ્છા, ન કોઈ અપેક્ષા. બાકી તો દોસ્તો આકર્ષણ અને વાસના જયાં આવી એને પ્રેમ ન કહેવાય. પ્રેમના ત્રણ પ્રકાર છે.
૧. સતોગુણી પ્રેમ
૨. રજોગુણી પ્રેમ
૩. તમોગુણી પ્રેમ
૧. સતોગુણી પ્રેમ: જે સત્ય માટે, ઘર્મ માટે અને સમાજના કલ્યાણ માટે હોય છે આનું નામ જ સાચો પ્રેમ.
૨. રજોગુણી પ્રેમ: જેમાં તમારા મનમાં શંકા કુશંકા આવી જાય છે તમારા મનમાં થાય છે મેં તને પ્રેમ કર્યો બદલામાં તે મને શું આપ્યું/ એ સવાલ થાય છે. આવા વાસનાભર્યા સવાલને રજોગુણી પ્રેમ કહેવાય.
૩. તમોગુણી પ્રેમ: આવા પ્રકારના પ્રેમને આતંકવાદી પ્રેમ કહેવાય છે. આમાં મનુષ્ય પોતાની સોચવા સમજવાની શકિત ગુમાવી દે છે અને પ્રેમને પામવા ગમે તે હદે જઈ શકે છે. આવો પ્રકારનો તમોગુણી પ્રેમથી મનુષ્યને કેવળ નુકશાન જ થાય છે.
આવા પ્રકારના પ્રેમને જોઈને મારા મનમાં પણ એક સવાલ આવે છે કે સાચા પ્રેમની પરિભાષા કઈ પણ દોસ્તો અહીંયા હું ચોકકસ કહીશ કે પ્રેમની કોઈ પરિભાષા જ નથી.
પ્રેમ એટલે સમજો તો ‘ભાવના’ છે.
કરો તો ‘મશ્કરી’ છે, રમો તો ‘ખેલ’ છે, રાખો તો ‘વિશ્વાસ’ છે,
લો તો ‘શ્વાસ’ છે, રચો તો ‘સંસાર’ છે અને નિભાવો તો ‘જીવન’ છે.
કારણકે દોસ્તો પ્રેમ થવો અને કરવો બહુ જ સહેલો છે પણ સૌથી મુશ્કેલ કાર્ય છે એને નિભાવવું. સાચો પ્રેમ પહેલી નજરે થતો જ નથી એમાં ઠહેરાવ હોય છે. પરીક્ષા હોય છે અને પરીક્ષામાં ઊણા પણ ઉતરે છે. એકબીજાની આમાન્યા પણ જાળવવાની હોય છે. એમાં વાસનાને કોઈ સ્થાન હોતું જ નથી કારણકે તે આ ત¥વથી પરે હોય છે કારણ બન્નેનાં મનનાં તાર એકબીજાથી જોડાયેલા હોય છે પછી ભલેને એકબીજાથી ગમે તેટલા દૂર હોય પણ હંમેશા સતત સાથે હોવાનો અહેસાસ એટલે ‘સાચો પ્રેમ’. આવા પ્રેમમાં રૂપ, રંગ, બાહ્યદેખાવ કે વાસનાને કોઈ સ્થાન હોતું જ નથી. એકબીજા પ્રત્યેની લાગણીથી બંને જોડાયેલા હોય છે. એકબીજાનો પડયો બોલ ઝીલવા બન્ને તત્પર હોય છે. સુખમાં દુઃખમાં સતત એકબીજાની સાથે અને જવાબદારીમાં પણ સાથે જ હોય છે. કદાચિત રૂઢિવાદી સમાજ અને એની જવાબદારી રૂપી બેડી જ બન્નેને એક થતા રોકતાં હશે નહીંતર આ જગતમાં કોઈની તાકાત નથી કે સાચાપ્રેમીને એક થતા રોકી શકે.
મારી _ષ્ટિએ પ્રેમ એટલે શું
૧. પ્રેમ એટલે ત્યાગની ભાવના.
૨. પ્રેમ એટલે બે શરીરનું નહીં પણ બે આત્માનું મિલન.
૩. પ્રેમ જતાવવાનો નહીં પણ્ નિભાવવાનો હોય.
૪. કોઈની ખોટ મહેસુસ કરતાં બેચેન થઈ જવું એનું નામ પ્રેમ.
૫. ચુપ રહીને કરેલો સમજોતો પણ પ્રેમ જ છે.
૬. એકબીજાના દુઃખ દર્દને સમજવાની તાકાત એટલે પ્રેમ.
૭. એકબીજાની ભાવના બોલ્યા વગર સમજી જવું એટલે પ્રેમ.
૮. એકબીજા વગર ન ચાલે એટલે સાચો પ્રેમ.
દોસ્તો કયારે પણ કોઈના સાચા પ્રેમની મજાક ન ઉડાડતા. કારણ સાચો પ્રેમ એ ત્યાગની નિશાની છે. અહીં મને એક વાત યાદ આવે છે જે હું કીઘાં વગર નથી રહી શકતી. એક અંઘ છોકરી હતી. એના જીવનમાં પણ એક છોકરાના પ્રેમરૂપી ફુલે દસ્તક આપી અને પોતાના પ્રેમનો એકરાર એ છોકરાંએ કર્યો પણ છોકરી અંઘ હતી એટલે એણે કહ્યું, તારા પ્રેમની હું કદર કરું છું પણ તારી સાથે હું લગ્ન નહીં કરી શકું. તું તારો ફોટો અને ઓળખ આપતો જા ભવિષ્યમાં જો ભગવાને ચાહ્યું તો હું જરૂર દેખતી થઈ જાઉં ત્યારે સૌથી પહેલાં હું તને જોવા માંગુ છું. છોકરાએ કર્યુ પણ એમ જ. આ વાતને ત્રણ વર્ષ વીતી ગયા એક દિવસ એ છોકરીને કોઈએ આંખ આપી અને છોકરી દેખતી થઈ ગઈ અને જયાં તેણે પેલા છોકરાનો ફોટો જોયો તો તેના મનમાં હાયકારો નીકળી ગયો.
કારણ છોકરો ખુબ જ કદરૂપો હતો અને જયારે છોકરીએ પોતાનું રૂપ જોયું તો એના મનમાં અભિમાન આવ્યું અને તેણે પેલાં છોકરાને ફોન કરીને કહ્યું કે તારી સાથે લગ્ન નહીં કરી શકું કારણ તારો અને મારો કોઈ મેળ નથી ત્યારે છોકરાએ બહુ સરસ જવાબ આપ્યો સાંભળજો દોસ્તો છોકરાએ કહ્યું, ભલે તું મને ભુલી જજે પણ મેં તને મારી સુંદરમાં સુંદર જે મારા માટે અને વઘારે તો તારા માટે જે જરૂરી હતુને તે મારી આંખ તને આપી છે તેની સંભાળ તું બરાબર લે જે. આટલું સાંભળીને જ છોકરીના મનમાં પસ્તાવો થાય છે અને પોતાની ભુલ કબુલે છે અને છોકરાને કહે છે હવેથી તું મારી આ આંખેથી જે તારું મારા પર ૠણ છે એનાથી આ દુનિયા જોઈશ અને બન્ને એક થઈ જાય છે. દોસ્તો કહેવાનો તાત્પર્ય એ છે કે તમે કોઈ વ્યકિતને નહીં પણ એના વ્યકિત્ત્વને પ્રેમ કરજો અને કોઈપણ જાતની અપેક્ષા રાખવી જ નહીં પછી કોઈની તાકાત નથી કે તમને એક થતાં રોકી શકે. દોસ્તો સાચા પ્રેમની કદર હંમેશા કરજો ગમે તેટલી મુશ્કેલી આવે તો તેનો સામનો કરીને ઇતિહાસમાં અમર બની જજો અને તમારી પ્રેમકહાનીને અઘુરી છોડવા કરતાં તેને પુરી કરવાની હિંમત જરૂરથી કેળવજો. જીજ્ઞા કપુરિયા ‘નિયતી’