‘સાચો શીખ ક્યારેય ખાલિસ્તાની હોઈ શકે નહીં’નાં દિલ્હીમાં પડઘા
મારવાહે કહ્યું:આતંકવાદ દરમિયાન એક આખી પેઢી બરબાદ થઈ ગઈ કે પછી તેમને મારી દેવામાં આવ્યા હતા
નવી દિલ્હી,કેનેડામાં હિન્દુ મંદિરો પર થઈ રહેલા હુમલાઓના પડઘા રવિવારે દિલ્હીમાં પડ્યા છે. દિલ્હી સ્થિત કેનેડાના દૂતાવાસની બહાર હિન્દુ શીખ ગ્લોબલ ફોરમના કેટલાય સમર્થકોએ હિન્દુ મંદિરો પર થઈ રહેલા હુમલાઓ અને તોડફોડના વિરોધમાં દેખાવો કર્યાે હતા. હિન્દુ શીખ ગ્લોબલ ફોરમના પ્રમુખ તરવિંદર સિંહ મારવાહે કહ્યું કે, ‘‘એક સાચો શીખ ક્યારેય ખાલિસ્તાની હોઈ શકે નહીં. ભારતના શીખ ભારતની સાથે ઊભા છે
અને ખાલિસ્તાનનું સમર્થન કરતા નથી.’’ આ દરમિયાન કેનેડાના દૂતાવાસની બહાર સુરક્ષાના ભાગરૂપે પોલીસ જવાનો ગોઠવી દેવામાં આવ્યા હતા. હિન્દુ શીખ ગ્લોબલ ફોરમના કેટલાય કાર્યકરોને પોલીસે બેરિકેડ્સ પર ચઢતા રોક્યા હતા. મારવાહે કહ્યું કે, આતંકવાદ દરમિયાન એક આખી પેઢી બરબાદ થઈ ગઈ કે પછી તેમને મારી દેવામાં આવ્યા હતા.ss1