સાજી થઇને ઘરે જઉ છું માત્ર સિવિલના કોરોના વોરીયર્સના અથાગ પરિશ્રમના કારણે જ…….
સ્વસ્છતા , સાહસ અને શ્રેષ્ઠ સારવારની અનુભૂતિ કરાવતું સિવિલ હોસ્પિટલ
કોરોનાની મહામારીમાં સંક્રમિત થયેલ દર્દીઓ જ્યારે સિવિલમાં સારવાર અર્થે આવે છે ત્યારે તેમને સતત શ્રેષ્ઠ સારવારની અનુભૂતિ થઇ છે. દર્દીઓ સિવિલની સ્વસ્છતા, શ્રેષ્ઠ સારવાર અને તબીબોના સાહસને આવકારી રહ્યા છે. તેમજ ૨૪ કલાક ખડેપગે ઉભા રહીને પોતાની કર્તવ્યનિષ્ઠા દાખવી રહેલા સિવિલના ડૉક્ટરો , નર્સ અને તમામ આરોગ્યલક્ષી સેવા સાથે જોડાયેલ સ્ટાફની કામગીરીને બિરદાવી હતી. કોરોના થી સાજા થઇને સ્વગૃહે પરત થઇ રહેલા અન્ય જિલ્લાના દર્દીઓએ સારવાર દરમિયાનના સ્વાનુભવો.
અમદાવાદ સિવિલની ૧૨૦૦ બેડની કોવીડ-૧૯ હોસ્પિટલમાં ત્રણ દિવસ કોરોનાની સારવાર લઇ સાજા થઇ પરત ફરી રહેલા એક દર્દી જણાવે છે કે હોસ્પિટલમાં અમારી સાર-સંભાળ ખુબ જ સારી રીતે રાખવામાં આવી છે તેમજ આરોગ્યલક્ષી કોઇપણ બેદરકારી અનુભવી નથી. હોસ્પિટલમાં સાફ સફાઇનું પણ ખુબ જ ધ્યાન રાખવામાં આવતુ હતુ. હોસ્પિટલના તમામ સ્ટાફ મિત્રોનો પણ ખુબ જ સહકાર રહ્યો છે અને હોસ્પિટલમાં ઘર જેવું વાતાવરણ મળતુ હતુ.
જામનગર જિલ્લાથી પોતાની બહેનની સારવાર અને દેખરેખ માટે આવેલ અને કોરોના સંક્રમિત અન્ય એક દર્દી જ્યારે સિવિલથી સારવાર લઇને સાજા થઇને પરત ફરી રહ્યા હતા ત્યારે તેમણે પોતાની લાગણીઓ વ્યક્ત કરતા કહ્યુ કે સિવિલના સ્ટાફ મિત્રોનો ખુબ જ સારો સહયોગ મળ્યો છે તેઓએ અમારી સાર સંભાળમાં ક્યાય પણ કચાશ રાખી નથી . દવાથી લઇને ભોજન તેમજ તમામ પ્રકારની સારવાર અમને સમયસર મળી રહી છે.તેમજ સિવિલ હોસ્પિટલમાં સ્વચ્છતાનું પણ પુરતુ ધ્યાન રાખવામાં આવે છે જેના કારણોસર હું ખુબ જ ટુંકા સમયમાં કોરોના સામે જંગ જીતીને સાજો થઇને મારા વતન જામનગર પરત ફરી રહ્યો છું જેનો મને ખુબ જ આનંદ છે.
મારી બહેન ન્યુરોની સર્જરી કરાવવા જામનગરથી અમદાવાદ આવી હતી.મારી બહેનને કોરોના થતા તેના સંપર્કમાં આવતા હું પણ કોરોના સંક્રમિત બની હતી. સિવિલના બાહોશ કોરોના યોદ્ધા એવા ડૉક્ટર , નર્સ અને તમામ સેવાભાવી સ્ટાફના અમને સ્વસ્થ કરવા તેમજ કોરોનાના સંક્રમણથી દૂર કરવા અથાગ પરિશ્રણ અને દિવસ રાતની ખંતપૂર્વકની સારવારના કારણે જ હું આજે કોરોનાના સંક્રમણથી મુક્ત થઇને સાજા થઇને ઘરે પરત ફરી રહી છું તેના પાછળ આ તમામ યોદ્ધાનું બહમુલ્ય યોગદાન છે.