સાટિન ક્રેડિટકેરને ‘રિસ્પોન્સએબિલિટી ઇન્વેસ્મેન્ટ્સ એજી’માંથી ઇસીબી ફંડિંગ મળ્યું
નવી દિલ્હી, ભારતમાં સૌથી મોટી માઇક્રોફાઇનાન્સ કંપનીમાંની એક સાટિન ક્રેડિટકેર નેટવર્ક લિમિટેડ (SCNL)એ આજે જાહેરાત કરી હતી કે, કંપનીને ઇન્ટરનેશનલ ઇમ્પેક્ટ એસેટ મેનેજર રિસ્પોન્સએબિલિટી ઇન્વેસ્ટમેન્ટ્સ એજીની આગેવાનીમાં $9.4 મિલિયન ઇસીબી (એક્ષ્ટર્નલ કમર્શિયલ બોરોઇંગ) મળ્યું છે. આ SCNLમાં વિદેશી સંસ્થાઓ દ્વારા ઇસીબી ફંડિંગનો બીજો રાઉન્ડ છે, જે કંપની અને ભારતમાં એમએફઆઈ સેક્ટરમાં વિશ્વાસ દર્શાવે છે. ઊભા કરેલા ફંડનો ઉપયોગ SCNLની AUMમાં વધારે વૃદ્ધિ માટે થશે. કંપનીમાં પ્રથમ ઇસીબી રોકાણ વર્લ્ડ બિઝનેસ કેપિટલે કર્યું હતું.
SCNLનાં ચેરમેન અને એમડી શ્રી એચ પી સિંઘે કહ્યું હતું કે, “અમે અમારામાં અને એમએફઆઈ સેક્ટરમાં સતત વિશ્વાસ મૂકવા બદલ ‘રિસ્પોન્સએબિલિટી ઇન્વેસ્ટમેન્ટ્સ એજી’નાં આભારી છીએ, કારણ કે અમે બેંકની સુવિધાથી વંચિત ઋણધારકો માટે ધિરાણનો મહત્ત્વપૂર્ણ સ્ત્રોત છીએ. આ રોકાણથી અમને અમારાં મધ્યમ ગાળાનાં ફંડિંગનું મેનેજમેન્ટ કરવામાં મદદ મળશે અને અમારી જવાબદારીમાં મદદ મળશે.”
તેમણે ઉમેર્યું હતું કે, “અમે વિવિધ વિસ્તારોમાં કામગીરી વધારવાની યોજના પણ ધરાવીએ છીએ અને આ રોકાણ અમને એ પ્રક્રિયામાં આગળ વધવામાં મદદ કરશે.”