સાઠંબાની સગીરાનું લગ્ન કરવાના બદ ઈરાદે અપહરણ
(પ્રતિનિધિ) બાયડ, અરવલ્લી જિલ્લાના સાઠંબા પોલીસ મથકે સાઠંબા ગામના પ્રાથમિક શાળા વિસ્તારમાં રહેતી એક સગીરાનું લગ્ન કરવાના બદઈરાદે અપહરણ થયાની ઘટનાની ફરિયાદ નોંધાતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત માહિતી મુજબ સાઠંબામાં રહી છુટક વેપાર કરી ગુજરાન ચલાવતા પરિવારમાં પાંચ સંતાન ધરાવતા સગીરાના પિતાને તારીખ ૮” ફેબ્રુઆરીએ સગીરા બપોરે ૧૨ વાગે બજારમાં જવાનું કહી ઘરે પરત નહીં ફરી હોવાનું તેની પત્નીએ જણાવતાં ચિંતાતુર સગીરાના પિતાએ સગીરાની શોધખોળ કરતાં સગીરા મળી ના આવતાં સગીરાના વાલી ભાંગી પડ્યા હતા.
તે દરમિયાન બજારમાં સાઠંબાના ભાથીજીની મુવાડી વિસ્તારમાં રહેતા અને રસોડાનો ધંધો કરતા મહેન્દ્રભાઈ ઉદાજી પગી મળેલ તેમને સગીરાના પિતાએ સગીરા વિશે પુછતા તેમણે જણાવેલ કે, તમારી દીકરીને અમે બપોરે કેશરપુરા ગામના કીર્તનભાઈ ભલાભાઈ પરમારના બાઇક પર બેસીને જતા જાેઈ હતી.
જેથી સગીરાના પિતાએ પોતાના મિત્રો સહિત કેશરપુરા ગામે તપાસ કરતા કેશરપુરા ગામે સદર શખ્સ પણ ફરાર હતો. જેથી સગીરાના પિતાને પોતાની પુત્રીનું બદઈરાદે અપહરણ થયાની શંકા પાકી થતાં સાઠંબા પોલીસ મથકે રહે. કેશરપુરા તા.બાયડના કીર્તનભાઈ ભલાભાઈ પરમાર સામે ૧૫ વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી બદ ઇરાદે
અપહરણ કરાયાની ફરિયાદ નોંધાવી હતી. સાઠંબા પોલીસે સગીરા ના પિતાની ફરીયાદના આધારે કીર્તન ભાઈ પરમાર રહે .કેસરપુરા તા. બાયડ સામે આઈ. પી.સી ૩૬૩ ૩૬૬ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે